રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રમતગમત14 જૂન, 2025| Super Admin

મેજર લીગ ક્રિકેટ; સૌથી ઝડપી સદી ફટકારાઈ ફિન એલન 5 ચોગ્ગા અને 19 છગ્ગા ફટકાર્યા

મેજર લીગ ક્રિકેટ; સૌથી ઝડપી સદી ફટકારાઈ ફિન એલન 5 ચોગ્ગા અને 19 છગ્ગા ફટકાર્યા
મેજર લીગ ક્રિકેટની ત્રીજી સીઝનની પહેલી મેચ સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન અને વોશિંગ્ટન ફ્રીડમ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્નએ પહેલા બેટિંગ કરીને 269 રન બનાવ્યા હતા. ટીમ માટે બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું હતું. મેચમાં ફિન એલનની તોફાની બેટિંગ કરીને રેકોર્ડનો મારો ચલાવ્યો હતો. સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન ટીમ માટે ફિન એલને શાનદાર બેટિંગ કરી. તેણે 51 બોલમાં 151 રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા અને 19 છગ્ગા ફટકાર્યા. તેના સિવાય હસન ખાને 38 રન બનાવ્યા. બેટ્સમેનોના સારા પ્રદર્શનને કારણે યુનિકોર્ન ટીમે 269 રન બનાવ્યા. મેજર લીગ ક્રિકેટના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે કોઈ ટીમે 250 થી વધુ રન બનાવ્યા હોય અને આ MLCનો સૌથી વધુ સ્કોર પણ છે. આ પહેલા પણ MLCમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન ટીમના નામે હતો. આ ટીમે 2023માં MI ન્યૂયોર્ક સામે 215 રન બનાવ્યા હતા. ફિન એલને મેજર લીગ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારી; ફિન એલને જોરદાર બેટિંગ કરી અને માત્ર 34 બોલમાં સદી ફટકારી. આ સાથે, તે મેજર લીગ ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યો. તેના પહેલા લીગમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ નિકોલસ પૂરનના નામે હતો. તેણે વર્ષ 2023માં સિએટલ ઓર્કાસ સામે 40 બોલમાં સદી ફટકારી હતી.

સંબંધિત સમાચાર