રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા20 માર્ચ, 2026| Super Admin

ઉણ પ્રકરણમાં મોટી કાર્યવાહી : 5 આરોપીઓના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર

ઉણ પ્રકરણમાં મોટી કાર્યવાહી : 5 આરોપીઓના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર
શિહોરી કોર્ટ સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાયું ઓગડ તાલુકાના ઉણ ગામે પ્રેમલગ્નના મુદ્દે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે નોંધાયેલા ગુનામાં શિહોરી જ્યુડિશિયલ કોર્ટે પાંચ આરોપીઓને સોમવાર સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.આ ઘટનાને લઈને થરા પોલીસ સ્ટેશનમાં ગુના નંબર ૨૬૦૨૯૦/૨૦૨૬ હેઠળ બી.એન.એસ.ની કલમો 189 (2), 189 (3), 191(2), 191 (3), 118 (1), 109 (1), 61(2), 324 (5) સહિતના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ કેસમાં 16 નામજોગ આરોપીઓ ઉપરાંત આશરે 1000 લોકોના ટોળા સામે ગુનો નોંધાયો હતો. રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડના જણાવ્યા મુજબ ઘટનાના સમયે લગભગ 35 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી.ત્યારબાદ આજે (20 માર્ચ, 2026) પાંચ આરોપીઓને શિહોરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં રજૂ કરાયેલા આરોપીઓમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી, શીતલ ગિરધરભાઈ પટેલ, ભારમલ જેવતાભાઈ ચૌધરી, નરેશભાઈ ખેતાભાઈ ચૌધરી અને વિજય શંકરભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે.પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઘટનામાં ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા તેમજ મોટા પાયે વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.આરોપીઓને કોર્ટમાં રજૂ કરતી વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.કોર્ટ પરિસરમાં આરોપીઓના સગા-સંબંધીઓનો મોટો જમાવડો જોવા મળ્યો હતો, જેને કારણે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો.રિમાન્ડ મળ્યા બાદ આરોપીઓને ડીસા પીઆઈ મેહુલ કોટવાલની હાજરીમાં પોલીસ વાન મારફતે થરા લઈ જવામાં આવ્યા હતા.    

સંબંધિત સમાચાર