રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ30 જૂન, 2025| Super Admin

પાટણના પદ્મનાભ ચાર-રસ્તા પરના માગૅ પર પડેલ ભૂવો અકસ્માત નોતરે તે પહેલાં પુરાણ કરાયો

પાટણના પદ્મનાભ ચાર-રસ્તા પરના માગૅ પર પડેલ ભૂવો અકસ્માત નોતરે તે પહેલાં પુરાણ કરાયો

પાટણ શહેરના પદ્મનાભ ચોકડી પાસે મુખ્ય રસ્તા ઉપર તાજેતરમાં જીયુડીસી દ્વારા પુશિંગ કરી પાઇપ લાઇન નાખવામાં આવેલી હતી જે રોડ વરસાદના કારણે રવિવારે આકસ્મિક રીતે બેસી જતાં અને માગૅ પર મસ મોટો ભુવો પડતા માગૅ પર થી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો અકસ્માત નો ભોગ બને તેવી પરિસ્થિતિ નું નિમૉણ થવા પામ્યું હતું. આ બાબતની જાણ નગરપાલિકાના પ્રમુખને એક રાહદારીએ કરતાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર તાત્કાલિક ધટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તેમને આરએનબી અને જીયુડીસી ને આ બાબતે જાણ કરી ધટના સ્થળે બોલાવતાં તેઓએ તાત્કાલિક પોતાની ટીમ ની સાથે પાલિકાની ટીમને જીસીબી મશીન ની મદદથી કામે લગાડી હતી. જોકે આ હાઈવે માગૅ પરની કામગીરી હોય એક બાજુનો માગૅ ડાયવર્ટ કરવા અને ટ્રાફિકનું સુચારુ પાલન થાય તે માટે હાઈવે પરની પદ્મનાભ પોલીસ ચોકી પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને પાલિકા પ્રમુખે રૂબરૂ જઈને જણાવવા છતાં પદ્મનાભ ચોકીમાં ફરજ બજાવતા એક પણ પોલીસ કમૅચારી પોતાની ખુરશી માંથી ઉભા થવાની તસ્દી લીધી ન હતી વળી પાલિકા પ્રમુખ ને શિખામણ આપતાં ફરજ પરના એએસઆઈ બારોટે તોછડી ભાષામાં જણાવ્યું હતું કે આ કામગીરી અમારી ફરજ મા નથી આવતી જેથી પાલિકા પ્રમુખ દ્રારા જિલ્લા પોલીસ વડાને મોબાઇલ દ્રારા સધળી હકીકત જણાવતાં એસપી ની સૂચના મળ્યા બાદ આ પદ્મનાભ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ ને પોતાની ફરજ નું ભાન થતાં તેઓએ હાઈવે માગૅ પર ના એક માગૅ ને ડાયવર્ટ કરી  ટ્રાફિક નિયમનના પાલન સાથે પોતાની ફરજ અદા કરી હતી. જોકે પાલિકા પ્રમુખની રજુઆત ને ધ્યાનમાં ન લઇ તેઓને ઉધ્ધત જવાબ આપનાર પદ્મનાભ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ સામે દંડાત્મક કાયૅવાહી કરવા પાલિકા પ્રમુખ દ્રારા જિલ્લા પોલીસ વડાને રજુઆત કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું. હાઈવે માગૅ પરના મસ મોટા ભૂવાને જીસીબી મશીનની મદદથી ટીમે ત્રણ કલાકની જહેમત બાદ પુરાણ કરાવી બન્ને સાઈડના માગૅ ને પુનઃ ચાલુ કરવામાં આવ્યો હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર