રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા24 એપ્રિલ, 2026| Super Admin

લાખણી : કેસરસી ગોળિયા ગામે આંગણવાડી કેન્દ્રમાં તેડાગર મહિલાની નિર્મમ હત્યા, પંથકમાં ચકચાર

લાખણી : કેસરસી ગોળિયા ગામે આંગણવાડી કેન્દ્રમાં તેડાગર મહિલાની નિર્મમ હત્યા, પંથકમાં ચકચાર

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના કેસરસિંહ ગોળીયા ગામે આજે સવારના સમયે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગામના આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતી એક મહિલાની ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ લોહિયાળ ખેલ ખેલ્યા બાદ હુમલાખોર યુવકે પણ પોતાની જીવનલીલા સંકેલવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો માહોલ ફેલાઈ ગયો છે.

કેસરસિંહ ગોળીયા ગામની આંગણવાડીમાં જ્યારે રોજિંદી કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક એક યુવકે ત્યાં આવી મહિલા કર્મચારી પર હુમલો કર્યો હતો. યુવકે આવેશમાં આવી મહિલાને શરીરના ભાગે જીવલેણ હથિયારોના ઘા માર્યા હતા, જેના કારણે લોહીલુહાણ હાલતમાં મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. 

મહિલાને મોતને ઘાટ ઉતાર્યા બાદ હુમલાખોર યુવકે પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ, હુમલાખોરે કોઈ ઝેરી પદાર્થ અથવા ગંભીર ઈજા પહોંચાડી પોતાની જાતને નુકસાન પહોંચાડ્યું હતું. હાલમાં આ યુવકની હાલત ગંભીર હોવાનું જણાતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

આ ભયાનક ઘટનાની જાણ થતા જ અગથળા પોલીસનો કાફલો તાત્કાલિક કેસરસિંહ ગોળીયા ગામે દોડી ગયો હતો. પોલીસે મહિલાના મૃતદેહને કબજે કરી પીએમ (Post-Mortem) અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ શું છે? શું આ કોઈ અંગત અદાવત છે કે પ્રેમ પ્રકરણ? તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એફએસએલ (FSL) ની ટીમની પણ મદદ લેવામાં આવી શકે છે.

 

 

સંબંધિત સમાચાર