રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા19 એપ્રિલ, 2025| Super Admin

ડીસા માં કરોડો રૂપિયાના માતંબર ખર્ચે તૈયાર થયેલ સિવિલ હોસ્પીટલ માં સુવિધાનો અભાવ

ડીસા માં કરોડો રૂપિયાના માતંબર ખર્ચે તૈયાર થયેલ સિવિલ હોસ્પીટલ માં સુવિધાનો અભાવ
કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી ડીસાની સરકારી હોસ્પિટલમાં અત્યારે સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે અને તેના કારણ અહી સારવાર માટે આવતા ગરીબ દર્દીઓને પરેશાન થવું પડી રહ્યું છે. અત્યાધુનિક હોસ્પીટલ હોવાના દાવા કરી રહેલા સિવિલના સત્તાધિકારીઓ હોસ્પિટલમાં પંખા જેવી સુવિધા પણ ઉપલબ્ધ કરાવી સકતા નથી. ત્યારે આ કાળઝાળ ગરમીમાં સારવાર માટે લેવા આવતા દર્દીઓની હાલત કફોડી થવા પામી છે. હાલની ઉનાળાની આકરી ગરમીમાં ડીસાની સરકારી હોસ્પિટલમાં જો તમારે સારવાર માટે જવુ હોય પંખો તમારા ઘરેથી લઈને સારવાર કરવવા જવું પડશે તેવી સ્થિતિ હાલ સરજાઈ છે. અત્યાધુનિક હોસ્પિટલના મોટા મોટા દાવા કરી રહેલા સિવિલ હોસ્પિટલના સત્તાધીશો આ હોસ્પિટલમાં દર્દીઓ માટે પૂરતા પંખા પણ લગાવી નથી શકતા હોવાથી અત્યારે અહી સારવાર માટે આવતા દર્દીઓ અસહ્ય ગરમીથી બચવા માટે પોતાના ઘરેથી પંખા લઈને આવી રહ્યા છે અને સારવાર મેળવી રહ્યા છે. ડીસાની જનરલ હોસ્પિટલ દ્વારા દાવો કરવામાં આવે છે કે આ હોસ્પિટલમાં અધતન સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.. પરંતુ જમીન પરની હકીકત કઈક અલગ જ હકીકત રજુ કરી રહી છે. આજે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી અને ડીસાની આ સરકારી હોસ્પિટલના આઈ.સી.યુ. વિભાગનું નિરીક્ષણ કર્યું ત્યારે આઈ.સી.યુ. વિભાગમાં લગાવવામાં આવેલા એર કંડીશનર બંધ હાલતમાં જોવા મળ્યા અને તેનું સમારકામ ચાલતું નજરે પડ્યું. તો બીજી તરફ અહી સારવાર માટે આવતા દર્દીઓએ અપૂરતા પંખા હોવાના લીધે પોતાના ઘરેથી પંખા લાવીને ગરમીથી બચવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. ગરમી માં એ.સી બંધ હોઈ પંખા પણ ઘરેથી લાવ્યા છીએ; આ બાબતે સારવાર માટે આવેલા રાજુભાઈ એ  જણાવ્યું હતું કે અમે છેલ્લા 15 દિવસ થી એસ.સી બંધ છે આકરી ગરમી રહેવું કેવી રીતે અને પંખા પણ અમે ઘરે થી લઈ આવ્યા છીએ તેમ જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ગરીબ દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે સરકારી હોસ્પિટલો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેમ છતાં ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા ગરીબ દર્દીઓ સાથે મજાક કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અત્યારે ડીસામાં પડી રહેલી ગરમી તંદુરસ્ત વ્યક્તિને પણ બીમાર કરી શકે તેટલી ખતરનાક છે. ત્યારે હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા આ ગરીબ દર્દીઓ માટે તો આ ગરમી ઘાતક પુરવાર થઇ શકે છે. ડીસાની સરકારી હોસ્પિટલના સત્તાધિકારીઓ જે દાવા કરી રહ્યા છે તે દાવાની સત્યતા કેટલી છે તે આ. બાબત ઉપર થી જાણી શકાય છે. ત્યારે આ હકીકત બાદ ડીસાની સરકારી હોસ્પિટલનું તંત્ર આ ગરીબ દર્દીઓની વેદના સમજીને કાળજાળ ગરમીમાં તેમના પાયાની સુવિધા ઉપલબ્ધ બનાવે તે માનવતાની દ્રષ્ટીએ પણ જરૂરી છે.

સંબંધિત સમાચાર