રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ20 મે, 2026| Super Admin

ખાખીનો માનવતાવાદી ચેહરો: ભાભરમાં પેટ્રોલ-ડીઝલની કતારમાં ઊભેલા ખેડૂતોને પોલીસે પાણી વહેંચ્યું

ખાખીનો માનવતાવાદી ચેહરો: ભાભરમાં પેટ્રોલ-ડીઝલની કતારમાં ઊભેલા ખેડૂતોને પોલીસે પાણી વહેંચ્યું

 છેલ્લા કેટલાક દિવસથી ભાભર વિસ્તારમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાતા પંપ બહાર વાહનોની લાંબી કતારો લાગી છે. ખાસ કરીને ખેડૂતો ટ્રેક્ટર લઈ ડીઝલ માટે ફાંફા મારી રહ્યા છે ધોમ ધખતા તાપમાં કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાથી ખેડૂતોની હાલત કફોડી બની હતી.

આ દરમિયાન ભાભર પોલીસ સ્ટેશનના 112 સેવાના પોલીસ કર્મીઓ ખેડૂતોની મદદે આવ્યા. દરરોજ માનવતાની સેવા માટે ઉપલબ્ધ 112 ટીમના એએસઆઈ દિનેશભાઈ અને સ્ટાફે કતારમાં ઊભેલા ખેડૂતોને પાણીની બોટલની વહેંચણી કરી હતી.પોલીસની આ માનવતાભરી કામગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં એએસઆઈ દિનેશભાઈ ખેડૂતોને પાણીની બોટલ આપતા અને તેમની હાલત પૂછતા જોવા મળી રહ્યા છે. પોલીસની આ સેવાભાવનાની લોકો પ્રશંસા કરી રહ્યા છે એક તરફ પેટ્રોલ-ડીઝલની અછતથી ખેડૂતો પરેશાન છે તો બીજી તરફ પોલીસની આવી માનવતા લોકોમાં આશાનું કિરણ જગાવી રહી છે. ભાભર સહિત સમગ્ર વાવ-થરાદ પંથકમાં હાલ અનેક જગ્યાએ પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો જોવા મળી રહી છે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે કાયદો-વ્યવસ્થા જાળવવાની સાથે માનવતાની સેવા પણ અમારી પ્રાથમિકતા છે. તાપમાં ઊભેલા લોકોને રાહત મળે એ હેતુથી આ પહેલ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર