રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા24 સપ્ટેમ્બર, 2025| Super Admin

કાંકરેજ તાલુકાનું વિભાજન કરી બે નવા તાલુકા જાહેર થતાં કાંકરેજની પ્રજામાં હર્ષોલ્લાસ

કાંકરેજ તાલુકાનું વિભાજન કરી બે નવા તાલુકા જાહેર થતાં કાંકરેજની પ્રજામાં હર્ષોલ્લાસ

બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ જિલ્લો અલગ કરવાની જાહેરાત ડિસેમ્બર 2024 માં કરવામાં આવી હતી. ત્યારે કાંકરેજ તાલુકા પ્રજા એ એજ દિવસે શિહોરીના લોકો તેમજ વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. અને બજારમાં રેલી નીકળી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અને કાંકરેજ તાલુકા ને બનાસકાંઠા મા રાખવા માંગણી કરી હતી. બીજા જ દિવસે થરા શિહોરી કંબોઇની બજારો બંધ રાખી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અને કાંકરેજને બનાસકાંઠામાં રાખવા માંગ કરી હતી. ત્યારબાદ કાંકરેજને બનાસકાંઠામાં રાખવામાં આવેલ અને થરા .વિસ્તારના વેપારીઓ અને પ્રજાને થરા તરફથી શિહોરી માં સરકારી કામકાજ માટે તાલુકા મથક શિહોરી દૂર પડતું હોવાની અને થરાને તાલુકા મથકની દરજો આપવા રજૂઆત કરવામાં આવેલ. અને થરા તાલુકાનો દરજ્જો આપવા સરકાર પાસે માંગણી કરી હતી. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આજ રોજ તાલુકાના વિભાજનની જાહેરાત કરવામાં આવતા કાંકરેજમાંથી એક તાલુકો અલગ કરવામાં આવ્યો છે. જેનુ નામ ઓગડ નામ આપવામાં આવ્યું છે જેથી લોકોમા ખુશી જોવા મળી રહી છે. કારણ કે થરા બાજુના ગામોના લોકોને શિહોરી ચાલીસ કિલોમીટરનુ અંતર થતું તે અંતર ઘટી જશે ત્યારે ઓગડ તાલુકાનુ મુખ્ય મથક થરા અથવા દરેક સમાજના આસ્થાનું કેન્દ્ર ઓગડ જાગીર મઠ ખાતે રાખવામાં આવે તો ખુબ સરસ જગ્યા છે. અને આમ કાંકરેજ તાલુકામાંથી બે તાલુકા બનતા બંને તાલુકાની પ્રજામાં આનંદની લાગણી છવાઈ છે.    

સંબંધિત સમાચાર