રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા3 જુલાઈ, 2026| Super Admin

કડી પોલીસની મોટી સફળતા: 15 ચોરાયેલા બાઈક સાથે 4 આરોપી ઝડપાયા

કડી પોલીસની મોટી સફળતા: 15 ચોરાયેલા બાઈક સાથે 4 આરોપી ઝડપાયા

મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરીના બનાવો વધી રહ્યા હતા, ત્યારે કડી પોલીસને આ ગુનાઓ ડામવામાં મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે સઘન તપાસ અને બાતમીના આધારે બાઈક ચોરી કરતી એક સક્રિય ટોળકીના ચાર સાગરીતોની ધરપકડ કરી છે. આ સફળ ઓપરેશન થકી પોલીસે કુલ ૧૫ જેટલાં દ્વિચક્રીય વાહનો કબજે કર્યા છે અને બંને જિલ્લામાં નોંધાયેલા વાહન ચોરીના ૧૩ જેટલા વણઉકેલ્યા કેસનો પર્દાફાશ કર્યો છે.

આ સમગ્ર કાર્યવાહી કડી પીઆઈ એ.એસ. રબારીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી કરવામાં આવી હતી. પોલીસ કોન્સ્ટેબલ પંકજકુમાર અને હેડ કોન્સ્ટેબલ રણછોડભાઈને ચોક્કસ માહિતી મળી હતી કે, કડીના ઉંટવા ગામનો પ્રજ્ઞેશ ઉર્ફે સચિન ઠાકોર વાહનોની ચોરી કરીને તેને અલગ-અલગ ગુપ્ત સ્થળોએ છુપાવી રહ્યો છે. આ બાતમીના આધારે સચિનની અટકાયત કરી પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. ઓનલાઈન ગેમ રમવાની લતમાં પૈસા હારી જતાં, તેણે આર્થિક જરૂરિયાત પૂરી કરવા માસ્ટર કીનો ઉપયોગ કરીને બાઈક ચોરવાનું શરૂ કર્યું હતું. છેલ્લા એક વર્ષમાં તેણે કડી, મહેસાણા, નંદાસણ, કલોલ અને અડાલજ સહિતના વિસ્તારોમાંથી અનેક બાઈકોની ઉઠાંતરી કરી હતી.\

મુખ્ય આરોપી સચિન ચોરી કરેલા વાહનોનો નિકાલ કરવા માટે ગેરેજ ચલાવતા તેના મિત્રોની મદદ લેતો હતો. કરણનગરના યોગેશ વણઝારા અને વજેસિંહ વાઘેલાને તે આ વાહનો આપી જતો, જેઓ બાઈકના સ્પેરપાર્ટ્સ કાઢીને અન્ય વાહનોમાં ફીટ કરી દેતા હતા. આ ઉપરાંત કરણનગરનો જ અન્ય એક શખ્સ સુરજસિંહ સોલંકી આ ચોરાઉ બાઈકોને પોતાના ઘરે સંતાડવાનું કામ કરતો હતો. પોલીસે આ ત્રણેય સાગરીતોને પણ દબોચી લીધા હતા. અને તેમના ઘરેથી વાહનો રિકવર કર્યા હતા. પોલીસે તેમની પાસેથી ૧૩ ગુનામાં સંડોવાયેલા ૧૩ બાઈક તેમજ ચેસીસ અને એન્જિન નંબર ભૂંસી નાખેલા બીજા બે બાઈક મળીને કુલ ૧૫ વાહનો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટેગ્સ:#Kadi Police

સંબંધિત સમાચાર