રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ17 એપ્રિલ, 2026| Super Admin

જન રક્ષક અને ચાઈલ્ડ લાઈન એક્શનમાં: પાટણમાં થતા બાળલગ્ન અટકાવાયા

જન રક્ષક અને ચાઈલ્ડ લાઈન એક્શનમાં: પાટણમાં થતા બાળલગ્ન અટકાવાયા

માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરાવવાનો પ્રયાસ નિષ્ફળ

પાટણ શહેરમાં સગીર વયની બાળકીના તેની મરજી વિરુદ્ધ કરાવાઈ રહેલા લગ્નને 112 જનરક્ષક અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી અટકાવ્યા છે. બાળકીને સુરક્ષિત રીતે બચાવી ધારપુર સિવિલ હોસ્પિટલ સ્થિત સખી વન સ્ટોપ મહિલા સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો છે.આ ઘટનાની શરૂઆત પાટણ સિટી બી ડિવિઝન 112 જન રક્ષક વાનને મળેલા ઈમરજન્સી કોલથી થઈ હતી. આ ઉપરાંત, ચાઈલ્ડ હેલ્પલાઈન અને બાળ સુરક્ષા શાખામાં ડી.પી.સી.તરીકે ફરજ બજાવતા નીલિશાબેન ચૌહાણને 1098 હેલ્પલાઈન મારફતે બાતમી મળી હતી. બાતમી અનુસાર, પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક સગીર બાળકીને તેના માતા-પિતા હેરાન કરી રહ્યા હતા. અને તેની મરજી વિરુદ્ધ બાળલગ્ન કરાવી રહ્યા હતા. માહિતી મળતા જ 1098 ના પી.સી. નીલિશાબેન તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે બાળકીના માતા-પિતાને કાયદાકીય સમજ આપી લગ્ન ન કરવા જણાવ્યું હતું. જોકે, માતા-પિતા દ્વારા પૂરતો સહકાર ન મળતા અને ઘર્ષણની સ્થિતિ જણાતા 112 જન રક્ષક હેલ્પલાઈનની મદદ લેવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની 112 જન રક્ષક ગાડીના કર્મચારીઓ તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા. 1098 ના સભ્યો અને 112 ના જવાનોએ સાથે મળીને બાળકીને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી હતી.ત્યારબાદ બાળકીને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ મહિલા સેન્ટરને સોંપવામાં આવી હતી. આ કામગીરીમાં 112 જનરક્ષક વાન ઇન્ચાર્જ એ.પી.સી. પ્રભુરામ કેશાભાઈ અને પાયલોટ દેસાઈ રાહુલકુમાર જયરામભાઈ જોડાયા હતા. હાલ આ મામલે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર