રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ22 જાન્યુઆરી, 2026| Super Admin

પાટણમાં 155 બોગસ રોયલ્ટી પાસ રજૂ કરી છેતરપિંડી કરાતી હોવાનું સામે આવ્યું

પાટણમાં 155 બોગસ રોયલ્ટી પાસ રજૂ કરી છેતરપિંડી કરાતી હોવાનું સામે આવ્યું
ગેરકાયદેસર ખનીજ દંડ ટાળવા સરકારી દસ્તાવેજોમાં છેડછાડ કરનાર મેનેજર સામે ફરિયાદ પાટણ ખાણ-ખનીજ વિભાગે વાગડ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના મેનેજર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. કંપની પર 42.43 લાખનો દંડ ટાળવા માટે 155 બોગસ રોયલ્ટી પાસ અને ડિલિવરી ચલણ સરકારી કચેરીમાં રજૂ કરવાનો આરોપ છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) હેઠળ ગોજારીયાથી પાટણ નેશનલ હાઈવે નંબર 68 નું કામ વાગડ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સને સોંપવામાં આવ્યું છે. કંપનીએ ચાણસ્મા તાલુકાના જસલપુર ગામની હદમાં ખનીજ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપ્યો હતો.ગત તારીખ 22/10/2024 ના રોજ ખાણ-ખનીજ વિભાગની ટીમે આ સ્થળે આકસ્મિક તપાસ કરતા ત્યાંથી 7,165.24 મેટ્રિક ટન સાદી રેતી અને 2,191.30 મેટ્રિક ટન બ્લેકટ્રેપ (કપચી)નો જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલો મળી આવ્યો હતો. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ વિભાગે કંપનીને 33,33,525નો દંડ અને રૂ. 9,10,164નું પર્યાવરણીય વળતર મળી કુલ રૂ. 42,43,689 ભરપાઈ કરવાનો આદેશ કર્યો હતો. આ દંડની રકમ ભરવી ન પડે તે માટે, કંપનીના મેનેજર સંદીપ ગુપ્તાએ ગત તારીખ 10/10/2025ના રોજ પાટણ ખાણ-ખનીજ કચેરીમાં કેટલાક સ્ટેટમેન્ટ અને રોયલ્ટી પાસ રજૂ કર્યા હતા.મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા આ દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તપાસમાં જણાયું કે રજૂ કરાયેલા કુલ 155 ટ્રાન્ઝિટ પરમિટ (રોયલ્ટી પાસ/ચલણ)માં લીઝ ધારકનું નામ, સ્થળ, ખનીજની વિગત, તારીખ અને સમય જેવી મહત્વની વિગતોમાં છેડછાડ કરવામાં આવી હતી.આ તમામ પાસ બનાવટી હોવાનું સાબિત થતા, પાટણ કચેરીના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીએ વાગડ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સના મેનેજર સંદીપ ગુપ્તા અને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે  તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.    

સંબંધિત સમાચાર