રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ13 મે, 2026| Super Admin

સુઈગામની દુધવા માયનોર-2 કેનાલના નવીનીકરણ કામમાં ગેરરીતિની બુમરાડ

સુઈગામની દુધવા માયનોર-2 કેનાલના નવીનીકરણ કામમાં ગેરરીતિની બુમરાડ

સ્થળ તપાસમાં માર્ક વગરની નબળી અને ડેમેજ પાઇપો મળી

સુઈગામ તાલુકાના દુધવા ગામ નજીક આવેલી દુધવા માયનોર- 2 કેનાલના નવીનીકરણના કામમાં ગેરરીતિ થયાની બુમરાડ મચી છે. જાગૃત ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ નર્મદા નિગમના અધિકારીઓએ ખેડૂતોને સાથે રાખીને સ્થળ તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇનની કામગીરીમાં માર્ક વગરની નબળી ગુણવત્તાની તેમજ ક્ષતિગ્રસ્ત (ડેમેજ) પાઇપોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે જવાબદાર એજન્સી દ્વારા ટેન્ડરની શરતો મુજબ ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જેના કારણે ભવિષ્યમાં સિંચાઈ વ્યવસ્થાને નુકસાન થવાની શક્યતા ઊભી થઈ છે.સ્થળ પર તપાસ બાદ નર્મદા નિગમના અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને ટેન્ડર મુજબ ગુણવત્તાયુક્ત પાઇપો નાખવા તેમજ કામ ઝડપથી પૂર્ણ કરવા કડક સૂચના આપી હતી.ખેડૂતોએ માંગ કરી છે કે કેનાલનું કામ ગુણવત્તાયુક્ત સામગ્રીથી પારદર્શક રીતે અને ઝડપથી પૂર્ણ કરવામાં આવે, જેથી આગામી સમયમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી શકે.

ટેગ્સ:#Suigam#Renovation Work

સંબંધિત સમાચાર