રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ23 મે, 2026| Super Admin

થરાદના મુખ્ય માર્ગો પર પ્રાઇવેટ લક્ઝરી બસોનું બેફામ પાર્કિંગ અકસ્માતનો ભય વધતા લોકો પરેશાન

થરાદના મુખ્ય માર્ગો પર પ્રાઇવેટ લક્ઝરી બસોનું બેફામ પાર્કિંગ અકસ્માતનો ભય વધતા લોકો પરેશાન

રેફરલ ચોકડી ઉપર વારે ઘડીએ આવી સ્થિતિ સામે આવતા ટ્રાફિક પોલીસની કામગીરી સામે ઉઠતા સવાલો

થરાદ શહેરમાં પ્રાઇવેટ લક્ઝરી બસોના વધતા અવરજવર અને આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે અત્યંત ગંભીર બનતી જઈ રહી છે ખાસ કરીને રેફરલ હોસ્પિટલ ત્રણ રસ્તાથી લઈને થરાદ ચાર રસ્તા સુધીના મુખ્ય માર્ગ ઉપર પ્રાઇવેટ લક્ઝરી બસો રોડની સાઇડમાં તેમજ વચ્ચે આડેધડ ઉભી રાખી મુસાફરો ભરવા-ઉતારવાનું કામ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે આ રેફરલ હોસ્પિટલ ચોકડી ઉપર ના વિસ્તારમાં બસો લાંબા સમય સુધી ઉભી રહેતા ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થતી જોવા મળી રહી છે.  જેના કારણે વેપારીઓ વાહનચાલકો તેમજ સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સ્કૂલ-કોલેજ સમય દરમિયાન વિદ્યાર્થીઓ મહિલાઓ અને વૃદ્ધોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. ​શહેરની અંદર ભારે વાહનોના પ્રવેશ અને પાર્કિંગ અંગે નિયમો હોવા છતાં કેટલાક પ્રાઇવેટ બસ સંચાલકો ખુલ્લેઆમ નિયમોની અવગણના કરી રહ્યા છે જેના કારણે રોડ ઉપર બસો ઉભી રહેતા અકસ્માતની શક્યતાઓમાં પણ ભારે વધારો થયો છે. એટલું જ નહીં દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સને પણ આ ટ્રાફિક વચ્ચેથી રસ્તો કાઢવામાં મુશ્કેલી પડી રહી હોવાનું સામે આવ્યું છે.

 આ ખાનગી લક્ઝરી બસોના સંચાલકોની બેદરકારી અહીં જ અટકતી નથીષથોડા મહિનાઓ અગાઉ પણ આ જ લક્ઝરીઓના કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેમાં આ બસો કોઈ નિયમોનું પાલન કર્યા વિના ઘેટા-બકરાની માફક પેસેન્જરો ભરીને દોડતી નજરે પડી રહી હતી ​આવી જ ઘોર બેદરકારીના કારણે હજુ બે મહિના અગાઉ જ ઢીમા ચાર રસ્તા ઉપર 30થી વધારે  પેસેન્જરોથી ભરેલી એક લક્ઝરી બસમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી, જેમાં સદનસીબે મોટી જાનહાનિ થતાં થતાં ટળી હતી. આવી ભયાનક ઘટનાઓ બની હોવા છતાં અને વીડિયો વાયરલ થયા હોવા છતાં, જિલ્લા ટ્રાફિક પોલીસની જાણે સાવ નબળી અને ઉદાસીન કામગીરી હોય તેવી રીતે આ વાહનચાલકો અને લક્ઝરીઓ બેફામ બનીને રસ્તાઓ પર દોડી રહી છે. નગરજનોમાં હવે એવી ઉગ્ર માંગ ઉઠી રહી છે કે જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ થરાદ સીટી ટ્રાફિક પોલીસ દ્વારા પોતાની ઢીલી નીતિ છોડી, નિયમોના ભંગ કરતા આવા પ્રાઇવેટ લક્ઝરી બસ સંચાલકો સામે તાત્કાલિક કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સુવ્યવસ્થિત બનાવવામાં આવે.

ટેગ્સ:#tharad

સંબંધિત સમાચાર