રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ14 માર્ચ, 2026| Super Admin

પાટણના વાયડમાં રાઠોડ સમાજના વરઘોડામાં ધિંગાણું સજૉયું

પાટણના વાયડમાં રાઠોડ સમાજના વરઘોડામાં ધિંગાણું સજૉયું
ટોળું તલવાર-ધારિયા લઇ ઘરમાં ઘૂસીને વીણી-વીણીને લોહિયાળ કર્યા સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં વરઘોડો કાઢવા જેવી બાબતે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે ભયાનક હિંસક અથડામણ સર્જાઈ છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પથ્થરમારો અને ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ લોહિયાળ સંઘર્ષમાં 20 પુરુષો અને 5 મહિલાઓ સહિત કુલ 26 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેના પગલે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. બનાવની મળતી માહિતી મુજબ વાયડ ગામમાં વરઘોડો કાઢવા બાબતે રાઠોડ અને જાદવ સમાજના બે જૂથો વચ્ચે લાંબા સમયથી મનદુઃખ ચાલી રહ્યું હતું. ગત શુક્રવારે પોલીસ બંદોબસ્ત હેઠળ ગામમાં એક વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ બાબતની અદાવત રાખીને આજે સવારે જ્યારે જાન જઈ રહી હતી, ત્યારે અચાનક ટોળાએ ઘાતક હથિયારો સાથે હીચકારો હુમલો કરી દીધો હતો. જોતજોતામાં બંને પક્ષો સામ સામે આવી ગયા હતા અને ગામ રણમેદાનમાં ફેરવાઈ જતાં 25 લોકો લોહી લુહાણ થયા હતા જેઓને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર સિવિલમાં ખસેડવામાં આવતાં દોડધામ મચી જવા પામી હતી. આ હિંસક અથડામણમાં પથ્થરમારો અને હથિયારોના ઘા વાગવાથી 21 થી વધુ પુરુષો અને 5 મહિલાઓ લોહીલુહાણ થઈ હતી. ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સિહોરી અને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ધારપુર હોસ્પિટલના RMO રમેશભાઈએ જણાવ્યું હતું કે, બંને પક્ષના થઈને કુલ 26જેટલા લોકો હાલ સારવાર હેઠળ છે. હોસ્પિટલ પરિસરમાં પણ ઈજાગ્રસ્તોના પરિવારજનોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા સરસ્વતી પોલીસનો મોટો કાફલો તાત્કાલિક વાયડ ગામમાં ઉતારી દેવામાં આવ્યો હતો. હાલ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હુમલાખોરોને ઝડપી પાડવા અને કાયદેસરની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા  હોવાનું જાણવા મળ્યું છે.  

સંબંધિત સમાચાર