રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ11 એપ્રિલ, 2026| Super Admin

સિદ્ધપુરમાં જમીન-મશીનરીના નામે રૂ. 2.73 કરોડની ઠગાઈ: બે શખ્સો સામે પોલીસ ફરિયાદ

સિદ્ધપુરમાં જમીન-મશીનરીના નામે રૂ. 2.73 કરોડની ઠગાઈ: બે શખ્સો સામે પોલીસ ફરિયાદ

સિદ્ધપુર જીઆઈડીસી વિસ્તારમાં ફેક્ટરી શરૂ કરવાના બહાને એક વેપારી સાથે રૂ. 2.73 કરોડની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સિદ્ધપુર પોલીસ મથકે નોંધાઈ છે. આરોપીઓએ વેપારીને એન.એ. થયેલી ભળતી જમીન બતાવી અન્ય જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો અને મશીનરી પેટે લીધેલા કરોડો રૂપિયા ઓળવી ગયા હતા.

સિદ્ધપુરની રૂદ્રાક્ષ સોસાયટીમાં રહેતા રીતેશભાઈ અરવિંદભાઈ ખત્રીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે.વર્ષ 2024માં રીતેશભાઈએ સેન્ટિંગ વાયર બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન કર્યું હતું. આ માટે તેઓ સેન્દ્રાણા ગામની સીમમાં આવેલી જમીન જોવા ગયા હતા, જ્યાં આરોપી અમીનભાઈ અહમદભાઈ પલાસરાએ તેમને સર્વે નંબર 1229 પૈકી 3 વાળી જમીન બતાવી હતી.જોકે, વિશ્વાસમાં લઈ આરોપી અમીનભાઈએ વેપારીને સર્વે નંબર 1229 પૈકી 2 વાળી જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો. આ જમીન પેટે વેપારીએ કુલ રૂ.1,05,50,000 ચૂકવ્યા હતા.

છેતરપિંડીનો સિલસિલો અહીં જ ન અટકતા, આરોપી અમીનભાઈએ તેના ભાઈ અકબરભાઈ અહમદભાઈ પલાસરાની મશીનરી બનાવવાની ફેક્ટરી હોવાનું જણાવી પ્રોજેક્ટ માટે ત્યાંથી મશીનરી લેવા વેપારીને સમજાવ્યા હતા. વેપારીએ કેનેરા બેન્કમાંથી લોન મેળવી અકબરભાઈના બેન્ક ખાતામાં ટુકડે-ટુકડે રૂ. 1,67,98,000 જમા કરાવ્યા હતા. લાંબો સમય વીતવા છતાં આરોપીઓએ મશીનરી આપી નહોતી કે નાણાં પરત કર્યા નહોતા.

દરમિયાન, વેપારીએ ખરીદેલી જમીન પર બાંધકામ શરૂ કરતા અન્ય એક વ્યક્તિએ આવીને આ જમીન પોતાની હોવાનું જણાવી દસ્તાવેજો બતાવ્યા હતા. ત્યારે વેપારીને જાણ થઈ હતી કે તેમને બતાવેલી જમીન અને દસ્તાવેજમાં દર્શાવેલી જમીન અલગ-અલગ છે  આમ, જમીન અને મશીનરી બંને પેટે મળીને કુલ 2,73,48,000 ની છેતરપિંડી આચરવામાં આવી હતી.આ બનાવ અંગે રીતેશભાઈ ખત્રીએ સિદ્ધપુર પોલીસ મથકે અમીનભાઈ પલાસરા અને અકબરભાઈ પલાસરા (બંને રહે. બાસૂ, તા. વડગામ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ. કલમ 316(2), 318(4) અને 61 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર