રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય30 જૂન, 2025| Super Admin

ઓમાનના અખાતમાં; જહાજના એન્જિન રૂમમાં ભીષણ આગ, ભારતીય નૌકાદળે સ્ક્યૂ-ઓપરેશન શરૂ કર્યું

ઓમાનના અખાતમાં; જહાજના એન્જિન રૂમમાં ભીષણ આગ, ભારતીય નૌકાદળે સ્ક્યૂ-ઓપરેશન શરૂ કર્યું

ઓમાનના અખાતમાં મિશન પર રહેલા ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS તબરને MT યી ચેંગ 6 નામના જહાજ તરફથી ડિસ્ટ્રેસ કોલ મળ્યો હતો, ત્યાર બાદ INS પર હાજર ટીમ એક્શનમાં આવી હતી. MT Yi Cheng 6 નામનું આ જહાજ પુલાઉ (એક દેશ)નું છે અને એના એન્જિન રૂમમાં ભીષણ આગ લાગી હતી અને જહાજ પર સંપૂર્ણ વીજળી ડૂલ થઈ ગઈ હતી. આ પછી INS તબરની ટીમ- 13 ભારતીય નૌકાદળના કર્મચારીઓ અને 5 ક્રૂ-સભ્યોએ તાત્કાલિક રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ કર્યું હતું. https://twitter.com/indiannavy/status/1939533699722396000 ભારતીય નૌકાદળના પ્રવક્તાએ ટ્વીટ કર્યું, "ઓમાનના અખાતમાં તૈનાત ભારતીય નૌકાદળના સ્ટીલ્થ ફ્રિગેટ INS તબરે 29 જૂનના રોજ પુલાઉ-ધ્વજવાળા MT યી ચેંગ 6 ના સંકટ કોલનો જવાબ આપ્યો. ભારતીય મૂળના 14 ક્રૂ સભ્યો સાથે જહાજ, ભારતના કંડલાથી શિનાસ, ઓમાન જઈ રહ્યું હતું, ત્યારે એન્જિન રૂમમાં મોટી આગ લાગી અને જહાજ પર સંપૂર્ણ વીજળી ગુલ થઈ ગઈ. INS તબરમાંથી અગ્નિશામક ટીમો અને સાધનોને જહાજની બોટ અને હેલિકોપ્ટર દ્વારા જહાજમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા. 13 ભારતીય નૌકાદળના કર્મચારીઓ અને 05 ક્રૂ સભ્યો હાલમાં અગ્નિશામક કામગીરીમાં રોકાયેલા છે, જેના કારણે જહાજમાં આગની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

સંબંધિત સમાચાર