રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા22 જાન્યુઆરી, 2025| Super Admin

ડીસાના જોખમ નગરમાં ગટર અને રસ્તા ના મુદ્દે રહીશો આકરાપાણીએ

ડીસાના જોખમ નગરમાં ગટર અને રસ્તા ના મુદ્દે રહીશો આકરાપાણીએ
ડીસાના પાલનપુર હાઇવે પર આવેલ જોખમ નગર સોસાયટીમાં રહેતા લોકો છેલ્લા ઘણા સમયથી ગટર રોડ અને સ્ટ્રીટ લાઈટ ની સમસ્યા થી પરેશાન થઈ ચૂક્યા છે. વોટ લેવા આવતા નેતાઓ ચૂંટણી સમયે આપેલા વચન બાદ કાંઇ કાર્ય કરતા નથી તેમ જણાવી મહિલાઓ આકરા પાણીએ જોવા મળી હતી. ડીસાના જોખમ નગરમાં હજુ સુધી ગટર વ્યવસ્થા કરવામાં આવેલી નથી. જેના કારણે ગંદા પાણીની રેલમ છેલ થતી હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરેલી છે તેમ છતાં કોઈ કાર્ય થતું નથી. તેમજ નગરપાલિકા અને વિધાનસભાની ચૂંટણી વખતે ઉમેદવારો વોટ લેવા ગટર અને રસ્તાનું કામ ઝડપથી થઈ જશે તેવી બાહેધરી આપે છે. પરંતુ ચૂંટણી બાદ કોઈ દેખાતું નથી તેવો બળાપો રહીશો ઠાલવી રહ્યા છે. આ બાબતે તેઓએ ધારાસભ્ય પ્રવીણ માળીને પણ રજૂઆત કરેલી છે પરંતુ હજુ સુધી ગટર કે રસ્તા બાબતના કંઈ ઠેકાણા પડ્યા નથી. આ બાબતે સોસાયટીના રહીશ કાંતિભાઈ ઠક્કર તેમજ મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ચૂંટણી વખતે નેતાઓ વોટ લેવા આવી જાય છે પરંતુ લોકોની સમસ્યાઓ હલ કરતા નથી.અમે ઘણા સમયથી રજૂઆત કરેલી છે દરેક વખતે આશ્વાસન અપાય છે આથી જો હવે અમારી સમસ્યા હાલ નહીં થાય તો આગામી ચૂંટણી વખતે કોઈને અમે પ્રવેશવા દઈશું નહીં અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું.

સંબંધિત સમાચાર