રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા4 ઑગસ્ટ, 2025| Super Admin

સુઈગામમાં વિદ્યુત બોર્ડના વીજકર્મીઓએ ઘર માલિકોને અંધારામાં રાખી બારોબાર સ્માર્ટ મીટરો બદલાવી દીધાં

સુઈગામમાં વિદ્યુત બોર્ડના વીજકર્મીઓએ ઘર માલિકોને અંધારામાં રાખી બારોબાર સ્માર્ટ મીટરો બદલાવી દીધાં

સુઈગામ વિદ્યુત બોર્ડના વીજકર્મીઓએ વિસ્તારના ઘર માલિકોને જાણ કર્યા વિના બારોબાર જૂનાં મીટર કાઢી સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, ગ્રામીણ વિસ્તારના રહીશોએ રોષ ઠાલવ્યો હતો કે અમારા ઘરોમાં ઘરમાલિકોની જાણ બહાર વીજકર્મીઓ આવીને બારોબાર મકાનોમાં લગાવેલ જૂનાં મીટર કાઢી સ્માર્ટ મીટર લગાવી દેવાયાં છે. બનાસકાંઠા જિલ્લાના આ છેવાડાના તાલુકાના સરહદી વિસ્તારમાં મોટા ભાગે લોકો અભણ અને ગરીબ હોઈ તેમજ ખેતી સાથે સંકળાયેલા વર્ગ હોવાથી દિવસે ખેતી કામમાં વ્યસ્ત હોવાનો વિદ્યુત બોર્ડ ફાયદો ઉઠાવી સુઈગામ વિસ્તારમાં જુના મીટર કાઢી નવા મીટર લગાવી દીધા છે, જોકે અહીં છેવાડાની પ્રજા મોટા ભાગે અભણ હોઈ અને ખેતી, મજૂરી સાથે સંકળાયેલ હોઈ તો કૉર્ટ કચેરીઓમાં અરજીઓ કે રજુઆત તો કરવામાં અજ્ઞાન હોવાના કારણે આ બાબતે શુ કરવું તેની તેની માહિતી ના હોઈ હજુ કોઈ વિરોધ કે વાંધા અરજી વગેરે થયું હોય તેવું જાણવા મળેલ નથી.

સંબંધિત સમાચાર