રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ6 જુલાઈ, 2025| Super Admin

પાટણમાં સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ

પાટણમાં સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ
પદ્મનાભ મંદિર માગૅ પર વરસાદ બંધ થયા બાદ પણ કલાકો સુધી ઢીંચણ સમા ભરાઈ રહેતા પાણી ને કારણે દશૅનાર્થે આવતા લોકો ને ભોગવવી પડતી મુશ્કેલીઓ પાલિકા પ્રમુખના વોડૅની સમસ્યા હલ થતી નથી ત્યારે શહેરના અન્ય વોડૅની પરિસ્થિતિ કેવી હશે પાટણ શહેરમાં વરસી રહેલા વરસાદના કારણે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. તો પાલિકા તંત્રની પ્રિ-મોનસુન કામગીરી કાગળ પર કરવામાં આવી હોય તેવી પરિસ્થિતિ નિર્માણ સર્જાવા પામ્યું છે. પાટણ શહેરના પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન પદ્મનાભજીના મંદિર પ્રવેશ દ્વારા ના માગૅ પર ઢીંચણ સમાના વરસાદી પાણી ભરાતા દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ સહિત આજુબાજુના વિસ્તારના રહીશોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. આ માર્ગ પર ભરાઈ રહેતા વરસાદી પાણીનો વરસાદ બંધ થયા પછી પણ કલાકો સુધી નિકાલ ન થતાં પદ્મનાભ ભગવાનના મંદિરે દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓ સહિત વિસ્તારના લોકો મા પાલિકા પ્રત્યે રોષ સાથે નારાજગી જોવા મળી રહી છે. દર ચોમાસાએ ઉપરોક્ત માર્ગ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સજૉતી હોવા છતાં પાલિકા સત્તાધિશો દ્વારા આ વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી ન હોય જેને લઈને પાલિકા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. પાટણ નગરપાલિકાના પ્રમુખનો આ વોર્ડ વિસ્તાર હોવા છતાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવતી ન હોય ત્યારે શહેરના અન્ય નિચાણવાળા વિસ્તારના રહીશોને વરસાદના માહોલમાં કેવી પરિસ્થિતિ સજૉતી હશે તે તો વિચારવું જ રહ્યું..

સંબંધિત સમાચાર