રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ17 ફેબ્રુઆરી, 2026| Super Admin

પાટણના જૂનાગંજમાં નગરપાલિકાએ બુલડોઝર ફેરવી 25થી વધુ દબાણો હટાવ્યા

પાટણના જૂનાગંજમાં નગરપાલિકાએ બુલડોઝર ફેરવી 25થી વધુ દબાણો હટાવ્યા
દબાણ દુર કરી ખુલ્લી જગ્યા પર પાલિકા 6x24 મીટરનો નવો શેડ બનશે પાટણ નગરપાલિકાએ જૂનાગંજ વિસ્તારમાં વર્ષો જૂના આયોજનને સાકાર કરવા મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. નવા શેડના નિર્માણ માટે માર્ગમાં નડતરરૂપ 25થી વધુ લારીઓ અને કાયમી દબાણો દૂર કરીને જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, જૂનાગંજ વિસ્તારમાં 6 બાય 24 મીટરનો એક મોટો શેડ બનાવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ માટે સ્થળ પરના તમામ નડતરરૂપ દબાણો તાત્કાલિક અસરથી દૂર કરાયા છે અને ભૂતકાળના આયોજનનું અમલીકરણ હવે શરૂ  કરાયુ છે. આ કામગીરી દરમિયાન અંદાજે 20 થી 25 જેટલી ખાણીપીણીની હંગામી લારીઓ હટાવવામાં આવી છે. આ ઉપરાંત, એક કાયમી દબાણરૂપ મિલકત તેમજ નડતરરૂપ વિજ પોલને પણ નગરપાલિકા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યો છે. વહીવટી તંત્રનો ઉદ્દેશ્ય આ વિસ્તારમાં વ્યવસ્થિત આયોજન બાદ લોકોને ભાડાપટ્ટે એક સરખી જગ્યા ઉપલબ્ધ કરાવવાનો છે. પાલિકા તંત્રની આ કાર્યવાહીથી જૂનાગંજ વિસ્તારમાં ટ્રાફિક અને ભીડની સમસ્યામાં પણ ઘટાડો થશે તેવું ચિફ ઓફિસરે જણાવ્યું હતું.  

સંબંધિત સમાચાર