રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત7 ઑક્ટોબર, 2026| Super Admin

ગુજરાતમાં પ્રવેશતા આઈસર ટ્રકમાંથી લાખોનો ગેરકાયદેસર દારૂ ઝડપાયો

ગુજરાતમાં પ્રવેશતા આઈસર ટ્રકમાંથી લાખોનો ગેરકાયદેસર દારૂ ઝડપાયો

રાજસ્થાનથી ગુજરાત તરફ લઈ જવાઈ રહેલા ગેરકાયદેસર દારૂના જથ્થા સામે આબુરોડ રીકો પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે ગુજરાત બોર્ડરથી માત્ર 100 મીટર પહેલાં એક આઈસર ટ્રકને અટકાવી તપાસ કરતાં ટ્રકમાંથી રાજસ્થાન નિર્મિત અંગ્રેજી દારૂની 112 પેટી મળી આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ દારૂનો જથ્થો ટ્રકમાં તિરપાલની નીચે છુપાવીને ગુજરાત તરફ લઈ જવાઈ રહ્યો હતો. પોલીસે જીજે-24-એક્સ-7966 નંબરના આઈસર ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ દારૂ રાજસ્થાનના માઉન્ટ આબુ તરફથી ગેરકાયદેસર રીતે ગુજરાત લઈ જવાઈ રહ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી બાતમીના આધારે કરવામાં આવી હતી. દારૂ ક્યાંથી ભરવામાં આવ્યો હતો. અને ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. દારૂની હેરાફેરીના મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

પોલીસ દ્વારા ઝડપાયેલા દારૂના જથ્થા તથા ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ દારૂના નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે. અને દારૂની હેરાફેરી પાછળ મુખ્ય સૂત્રધાર કોણ છે તે અંગે પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આબુરોડ રીકો પોલીસની આ કાર્યવાહીને પગલે દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

સંબંધિત સમાચાર