રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા21 જુલાઈ, 2025| Super Admin

રોડ ઉપર ટેક્સ ડિફોલ્ટર વાહન ફરતું જોવા મળશે તો દંડાશે : જિલ્લા આરટીઓ

રોડ ઉપર ટેક્સ ડિફોલ્ટર વાહન ફરતું જોવા મળશે તો દંડાશે : જિલ્લા આરટીઓ
ટેક્સ ડિફોલ્ટર પાસેથી ટેક્સ,પેનલ્ટી અને વ્યાજની રકમ સાથે વસુલાત કરવામાં આવશે સ્વેચ્છાએ સ્ક્રેપ કરાવેલ વાહનના માલિકો માટે સરકારની લાભકારી યોજના અમલમાં મુકાઇ બનાસકાંઠા જિલ્લામાં રોડ પર ચાલતાં વાહનો જે ટેક્સ અથવા ચલણ ડિફોલ્ટર વાહન ફરતા હશે તો તેમને આરટીઓ દ્વારા ડિટેઇન કરવામાં આવશે અને તેમની પાસેથી ટેક્સ, પેનલ્ટી અને વ્યાજની રકમની વસુલાત કરવામાં આવશે. જેની સરકાર દ્વારા એક વર્ષ માટે સ્કીમ જાહેર કરવામાં આવી છે. જે સ્કીમ વાહન માલિકો માટે લાભદાયી નીવડશે. જેમાં આઠ વર્ષ ઉપરના વાહનોમાં વાહન માલિક દ્વારા સરકાર માન્ય આરવીએસએફ સેન્ટરમાં વાહન સ્ક્રેપ કરવામાં આવશે. તેને સરકારની નવીન યોજના મુજબ ટેક્સ, પેનલ્ટી અને વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં આરટીઓમાં નોંધાયેલા કેટલાક વાહનો હજુ પણ ટેક્સ ડિફોલ્ટર બની ફરી રહ્યા છે. આવા પ્રકારના વાહનો રોડ પર ફરતા મળશે તો આરટીઓ અથવા પોલીસ દ્વારા તેને ડીટેઇન કરવામાં આવશે અને માલિક પાસેથી ટેક્સ,પેનલ્ટી અને વ્યાજની વસુલાત કરવામાં આવશે. અત્યારે સરકાર દ્વારા એક વર્ષ માટે વાહન ચાલકો માટે લાભદાઇ યોજના અમલમાં મુકવામાં આવી છે જેમાં આઠ વર્ષ ઉપરાંતના સ્ક્રેપ થયેલા વાહન ચાલકો પોતાના વાહનો સ્ક્રેપમાં નિકાલ કરશે તો સરકાર દ્વારા તેમને ટેક્સ,પેનલ્ટી અને વ્યાજમાં મુક્તિ આપવામાં આવશે. આ યોજનાનો લાભ રેવન્યુ વિભાગમાં કાર્યવાહી થયેલી હશે તેમને આપવામાં આવશે નહી.આ યોજના 30 એપ્રિલ 2026 સુધી અમલમાં રહેશે.તેમ બનાસકાંઠા આરટીઓ જે.કે.પટેલે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર