રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા13 ઑક્ટોબર, 2025| Super Admin

થરા-હારીજ રોડ પર આંબલીવાસ નજીક આઇસર પલટયું : ડ્રાઇવરનો આબાદ બચાવ

થરા-હારીજ રોડ પર આંબલીવાસ નજીક આઇસર પલટયું : ડ્રાઇવરનો આબાદ બચાવ

થરાથી હારીજ રોડ ઉપર શનિવારની રાત્રે 9:30 વાગે લાકડા ભરીને જતી GJ o2ZZ 6637 નંબરની આઇસર ગાડીના ડ્રાઈવરે કોઈ કારણસર સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા આબલીવાસ નજીક  રોડ ઉપર 25 ફૂટ જેટલી ઘસડાઈ હતી અને રોડ ઉપર જ પલટી મારી ગઈ હતી. જેથી રોડની સાઈડમાં ભારેખમ લાકડાનો ખડકલો થઈ ગયો હતો. અકસ્માતના પગલે આજુબાજુના લોકો રોડ ઉપર દોડી આવ્યા હતા.જો કે આઇસર ગાડીના ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો ત્યારે વન વિભાગની નજરમાંથી બચવા માટે  રાતોરાત બીજા સાધનમાં કાપેલા વૃક્ષો સગે વગે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. કાંકરેજ આજુબાજુના ગામડાઓમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે અને રોજેરોજ મોટા પ્રમાણમાં લાકડા ટ્રેક્ટરોમાં ભરી એજન્ટો દ્વારા થરામાં આવેલી લાકડાની સો મિલમાં ઠલવાઈ રહ્યા છે અને રાત પડે મહેસાણા, ચાણસ્મા કે હારિજ તરફ આઇસર તેમજ મોટી ગાડીઓમાં બીનકાયદેસર લાકડા ભરીને પહોંચતા કરવામાં આવી રહ્યા છે. ત્યારે કાંકરેજ તાલુકા વન વિભાગ ઊંઘમાંથી આળસ ખંખેરી કાંકરેજમાંથી મોટા પ્રમાણમાં બિન કાયદેસર વૃક્ષોનું નિકંદન અટકાવે અને લાકડા ભરીને બહાર જતી બિન કાયદેસર ગાડીઓ પકડી દંડનીય કાર્યવાહી કરવામાં આવે એવી લોકમાંગ ઊઠવા પામી છે.    

સંબંધિત સમાચાર