રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રમતગમત25 જાન્યુઆરી, 2025| Super Admin

ICCએ T20 ટીમ ઓફ ધ યર જાહેર કરી; ટીમમાં કુલ ચાર ભારતીય ખેલાડીઓને તક

ICCએ T20 ટીમ ઓફ ધ યર જાહેર કરી; ટીમમાં કુલ ચાર ભારતીય ખેલાડીઓને તક
વર્ષ 2024 T20 ઇન્ટરનેશનલ માટે ખૂબ જ ખાસ હતું. આ વર્ષે T20 વર્લ્ડ કપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ટીમ ઈન્ડિયાએ 17 વર્ષ બાદ ટ્રોફી જીતી છે. આઈ.સી.સી એ હવે T20 ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી છે. રોહિત શર્માને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાએ વર્ષ 2024માં રોહિત શર્માની કેપ્ટન્સીમાં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ ટીમમાં રોહિત શર્મા સિવાય ત્રણ અન્ય ભારતીય ખેલાડીઓને તક મળી છે. આવી સ્થિતિમાં, ચાલો તમને આ ટીમ વિશે સંપૂર્ણ માહિતી આપીએ. ICC T20 ટીમ ઓફ ધ યરમાં ભારતનો દબદબો જોવા મળ્યો હતો. આ વખતે ભારતીય ટીમના ચાર ખેલાડીઓ ટી20 ટીમ ઓફ ધ યરમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. આ ખેલાડીઓમાં રોહિત શર્મા ઉપરાંત હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહનું નામ સામેલ છે. આ ખેલાડીઓએ વર્ષ 2024માં T20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ તમામ ખેલાડીઓ T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતા. હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહે પણ ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. દેશોના ખેલાડીઓનો સમાવેશ; ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયાના એક, ઈંગ્લેન્ડના એક, પાકિસ્તાનના એક, વેસ્ટ ઈન્ડિઝના એક, ઝિમ્બાબ્વેના એક, શ્રીલંકા અને અફઘાનિસ્તાનના એક ખેલાડીને આ ટીમમાં તક મળી છે. એટલે કે ભારત એકમાત્ર એવો દેશ છે જેની આ ટીમમાં એક કરતા વધુ ખેલાડીઓ છે. આ ટીમમાં વેસ્ટ ઈન્ડિઝના નિકોલસ પૂરનને વિકેટકીપર બનાવવામાં આવ્યો છે. આ ટીમમાં ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ, ઈંગ્લેન્ડના ફિલ સ્લોટ, પાકિસ્તાનના બાબર આઝમ, ઝિમ્બાબ્વેના સિકંદર રઝા, અફઘાનિસ્તાનના રાશિદ ખાન અને શ્રીલંકાના વાનિંદુ હસરાંગાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ICC T20 ટીમ ઓફ યર; રોહિત શર્મા (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ફિલ સોલ્ટ, બાબર આઝમ, નિકોલસ પૂરન (વિકેટકીપર), સિકંદર રઝા, હાર્દિક પંડ્યા, રાશિદ ખાન, વાનિન્દુ હસરંગા, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ.

સંબંધિત સમાચાર