રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ20 એપ્રિલ, 2026| Super Admin

પાટણ પંથકમાં હનીટ્રેપનો આતંક : ફેસબુક-ઇન્સ્ટા પર મિત્રતા કરી લાખો પડાવતી ટોળકી ઝડપાઇ

પાટણ પંથકમાં હનીટ્રેપનો આતંક : ફેસબુક-ઇન્સ્ટા પર મિત્રતા કરી લાખો પડાવતી ટોળકી ઝડપાઇ

'જીવનસાથી'ની શોધમાં યુવકને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અમદાવાદથી પાટણ બોલાવી મારમારી બંધક બનાવી રૂ.3 લાખ પડાવ્યા

પાટણ પંથકમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવીને નાણાં પડાવતી હનીટ્રેપ ગેંગનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદ પાંજરાપોળ વિસ્તારમાં રહી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકને 'જીવનસાથી' એપ અને ઇન્સ્ટાગ્રામ દ્વારા ફસાવી, પાટણના સંખારી ગામની સીમમાં બોલાવી માર મારી બંધક બનાવવામાં આવ્યો હતો. આરોપીઓએ 15 લાખની ખંડણી માંગી યુવક પાસેથી 3 લાખ પડાવી લીધા હતા.આ મામલે રણુજ પોલીસે 4 અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સોશિયલ મીડિયા પર મિત્રતા બાદ મૂળ ગીર સોમનાથના અને હાલ અમદાવાદમાં કાર્યરત ગુરુદત્ત મોવિલયાનો સંપર્ક 20 દિવસ પહેલા 'જીવનસાથી' એપ પર માનસી પટેલ નામની યુવતી સાથે થયો હતો. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર વાતચીત થતા બંનેએ મળવાનું નક્કી કર્યું હતું. 12 એપ્રિલ 2026ના રોજ યુવતીએ યુવકને ચાણસ્મા બોલાવ્યા બાદ ઇન્સ્ટાગ્રામ પર લોકેશન મોકલી ખીમીયાણા અને સંખારી ગામ વચ્ચેની સીમમાં આવવા જણાવ્યું હતું.યુવક નિર્ધારિત લોકેશન પર પહોંચતા જ બે અજાણ્યા શખસોએ તેને અટકાવ્યો હતો.ત્યારબાદ ત્રીજા શખસે આવી પોતે યુવતીનોભાઈ હોવાનું કહી યુવકને ગડદાપાટુ તેમજ લાકડી વડે માર માર્યો હતો. આરોપીઓએ યુવકનો મોબાઈલ અને બાઈકની ચાવી પડાવી લઈ તેને ખેતરમાં બંધક બનાવ્યો હતો અને 15 લાખની ખંડણીની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તે જ સાંજે ચોથો શખસ કાર લઈને ત્યાં આવ્યો હતો. આરોપીઓએ યુવકના મોબાઈલ એપ દ્વારા HDFC બેંકના ક્રેડિટ કાર્ડ માંથી 1 લાખ 'શ્રી નકલંગ ભગવાન પેટ્રોલિયમ'ના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ તેને ચાણસ્માની હોટલમાં આખી રાત બંધક રાખ્યો હતો.

13 એપ્રિલના રોજ આરોપીઓ તેને પાટણની SBI બેંકમાં 2 લાખ ઉપાડવા લઈ ગયા હતા, પરંતુ ચેક ન હોવાથી નાણાં ઉપડી શક્યા ન હતા.અંતે હોટલ ફાઉન્ટેન ફર્ન ખાતે તેને રોકી રાખી, ટ્રાન્ઝેક્શન મર્યાદા પૂરી થતા બીજા 2 લાખ ગિરધર પંચાલ નામના વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.કુલ 3 લાખ પડાવ્યા બાદ આરોપીઓએ યુવકના પરિવારને મારી નાખવાની ધમકી આપી છોડી દીધો હતો. ડરના માર્યા છ દિવસ મૌન રહ્યા બાદ યુવકે તેના મિત્રને જાણ કરી હતી.તા.18 એપ્રિલના રોજ ઘટના સ્થળની મુલાકાત વખતે યુવકની તબિયત બગડતા તેને ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ યુવકે રણુજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે BNSSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#patan#honeytrapped

સંબંધિત સમાચાર