રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા8 જાન્યુઆરી, 2025| Super Admin

એચએમપીવી વાયરસ : સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં પાંચ બેડ તૈયાર કરાયા

એચએમપીવી વાયરસ : સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં પાંચ બેડ તૈયાર કરાયા

એચએમપીવી વાઇરસનો કેસ અમદાવાદ સિવિલમાં આવ્યા બાદ રાજ્ય સરકાર એલર્ટ મોડમાં આવી છે અને ગાઈડલાઈન બહાર પાડી દીધી છે. ત્યારે હિંમતનગર સિવિલમાં પણ આઇસોલેશન વોર્ડમાં 5 બેડ તૈયાર કરાયા છે. આ અંગે હિંમતનગર સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. આશિષ કટારકરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, HMPV એટલે હ્યુમન મેટાન્યુમો વાઇરસ. આ વાઇરસથી કોઈએ ગભરાવવાની જરૂર નથી. માત્ર સાવચેતી જરૂરી છે. તો આ વાઇરસને લઈને હિંમતનગર સિવિલમાં તૈયારીના ભાગરૂપે સિવિલના ચોથા માળે 57 નંબરમાં આઇસોલેશન વોર્ડ બનાવેલો છે. જેમાં 14 બેડ પૈકી પાંચ બેડ તૈયાર કરાયા છે. હાલમાં રોજના અંદાજે સરેરાશ 1200 જેટલી ઓપીડી નોંધાય છે. તો ડિસેમ્બર માસમાં 24000 ઓપીડી નોંધાઈ હતી, જેમાં બાળકોના 1150, મેડિસિન 6500, ગાયનેક 1668, જનરલ સર્જરી 2000, ઇએનટી વિભાગના 1400, કેજ્યુએલટીના 3300 જેટલા અંદાજે કેસો નોંધાય હતા. ત્યારે હાલ સુધી કોઈ કેસ આ સિવિલમાં નોંધાયો નથી. તો આ પરિસ્થિતિ સામે સિવિલ હોસ્પિટલ તૈયાર છે.

સંબંધિત સમાચાર