રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા24 ફેબ્રુઆરી, 2026| Super Admin

હિંમતનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા 'મોબાઈલ એજ્યુકેશન વાન'નું લોકાર્પણ

હિંમતનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા 'મોબાઈલ એજ્યુકેશન વાન'નું લોકાર્પણ
અંતરિયાળ વિસ્તારોમાં બાળકોના જીવનમાં શિક્ષણની જ્યોત પ્રગટશે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય મહંત સ્વામી મહારાજના ૯૨મા જન્મોત્સવ નિમિત્તે એક સેવાકીય પ્રકલ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. "હર ઘર શિક્ષા જ્યોત ઝલે" અભિયાન હેઠળ સાબરકાંઠા જિલ્લાના બાળકો માટે 'મોબાઈલ એજ્યુકેશન વાન' અર્પણ કરવામાં આવી હતી. મંત્રી પી.સી. બરંડાની વિશેષ ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી શરૂ થયેલો આ પ્રોજેક્ટ સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર પોશીના અને ખેડબ્રહ્મા જેવા તાલુકાઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક નવી આશાનું કિરણ બની રહેશે. આ ભગીરથ પ્રયાસ દ્વારા સાબરકાંઠાના ગામડે-ગામડે જઈને બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ, સંસ્કાર, ચારિત્ર્ય નિર્માણ અને વ્યસનમુક્તિની પ્રેરણા આપવામાં આવશે. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, પૂર્વ ધારાસભ્ય  અશ્વિનભાઈ કોટવાલ, અગ્રણી કનુભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, Dy. DPEO સંદીપ પટેલ, અશ્વિન પટેલ, પૂજ્ય કોઠારી સ્વામી તેમજ સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  

સંબંધિત સમાચાર