હિંમતનગર બી ડીવીઝન પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા બે મહિનાથી ફરાર આરોપી રવિ જયંતિભાઈ ઠાકોરને ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળતા મહેતાપુરા જકાતનાકા પાસેથી તેની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ઇન્ચાર્જ પીઆઈ એમ.ડી. ચૌહાણ અને પોલીસ સ્ટાફના માણસો હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે, ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી રવિ ઠાકોર મહેતાપુરા જકાતનાકા પાસે ઊભો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી રવિ ઠાકોર (રહે. ગાયત્રી મંદિર પાછળ ઝૂંપડામાં, કલોલ શહેર, તા. કલોલ, જિ. ગાંધીનગર) ને પકડી પાડ્યો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિંમતનગર બી ડીવીઝન પોલીસે ઘરફોડ ચોરીનો ફરાર આરોપીને ઝડપી પાડ્યો

સંબંધિત સમાચાર
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
20 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
5 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં એલસીબીની રેડ: બે કારમાંથી રૂ.1.15 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
