હિંમતનગર ગ્રામ્ય પોલીસે કિફાયતનગર બસ સ્ટેન્ડ પાસેથી એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો છે. પોલીસની બાતમીના આધારે નાકાબંધી દરમિયાન એક્ટિવા નંબર GJ.09.DP.3826 પરથી આરોપીને પકડવામાં આવ્યો હતો.પકડાયેલા આરોપીની ઓળખ ઇડર તાલુકાના સુરપુર ગામના 22 વર્ષીય જૈનુલ આબીદ્દીન અબ્દુલહમીદ લુહાર તરીકે થઈ છે. તેની પાસેથી એક્ટિવાની ડિકીમાંથી 381.500 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેની કિંમત રૂ. 3,815 થાય છે. પોલીસે આરોપી પાસેથી બે લેપટોપ હાર્ડડિસ્ક, એક્ટિવા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 81,815નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હિંમતનગરની કોર્ટમાં રજૂ કરાયેલા આરોપીને કોર્ટે 25 મે સુધીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે ગાંજાનો સ્ત્રોત, સપ્લાયર અને વિતરણ નેટવર્કની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે 19 મે ના રોજ હિંમતનગર ગ્રામ્ય પોલીસે એક અલગ કેસમાં રૂ. 19.52 લાખનું MD ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ કેસમાં બે આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને એક ફરાર છે. પકડાયેલા આરોપીઓને કોર્ટે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
હિંમતનગર; ડિકીમાંથી 381.500 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો

ટેગ્સ:#Investigation#Himmatnagar#Drug Enforcement#Drug Seizure#NDPS Act#Ganja Arrest#Court Remand#MD Drugs Seizure#Kifayatnagar Bus Stand#Police Blockade#Marijuana Distribution#Himmatnagar Rural Police#Surpur Village
સંબંધિત સમાચાર
સાબરકાંઠા'હર ઘર તિરંગા': જિલ્લા કચેરીઓમાં ગુંજ્યું 'વંદે માતરમ'
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા SOGની મોટી સફળતા: ૬ વર્ષથી નાસતો ફરતો પ્રોહિબિશનના ગુનાનો આરોપી હિંમતનગર ઝડપાયો
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર સિવિલ સર્કલથી દુર્ગા બજાર વચ્ચેના નવા બ્રિજ પર ચાર વિશાળ સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ
6 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં તિરંગા અને કળશયાત્રાનો માહોલ: 11થી 16 ઓગસ્ટ દરમિયાન ભાજપ વિશેષ કાર્યક્રમો યોજશે
6 દિવસ પહેલા
