રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા28 એપ્રિલ, 2026| Super Admin

બનાસકાંઠામાં ગરમીનો પ્રકોપ: પારો 42 ડિગ્રીને પાર, આગ ઓકતી ગરમીમાં જનજીવન પ્રભાવિત

બનાસકાંઠામાં ગરમીનો પ્રકોપ: પારો 42 ડિગ્રીને પાર, આગ ઓકતી ગરમીમાં જનજીવન પ્રભાવિત

જિલ્લામાં  આગઓકતી ગરમીથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઊઠયા

એપ્રિલના અંતિમ સપ્તાહમાં ગરમીનુ જોર વધ્યું : ગરમીનો પારો ૪૨.૪ ડીગ્રીએ પહોંચ્યો

હીટવેવ દરીમિયાન લૂ લાગવાની સંભાવનાથી લોકોને સાવધ રહેવા અપીલ 

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે ઉનાળાની ગરમી ફરી એકવાર તીવ્ર બની છે.  તાપમાનમાં ૨.૧ ડિગ્રીનો વધારો નોંધાતા પારો ૪૨.૪ ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જેના કારણે લોકોમાં ઉકળાટ અને તાપનો ત્રાસ વધ્યો છે. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં થોડી રાહત જોવા મળી રહી હતી, પરંતુ હવે ફરીથી તાપમાનમાં સતત વધારો નોંધાતા પરિસ્થિતિ ગંભીર બની રહી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેના કારણે તાપમાન વધુ ઉંચું જવાની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા લોકોને બપોરના કડક તડકામાં બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા, તેમજ હળવા અને સુતરાઉ કપડાં પહેરવા સલાહ આપવામાં આવી રહી છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિઓને વધુ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ લગ્ન સીઝન પણ પુરજોશમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં વધતી ગરમી મતદાન પ્રક્રિયા તેમજ લગ્ન પ્રસંગોમાં પણ અસરકારક બની શકે છે. ગરમીના કારણે લોકોના બહાર નીકળવાના સમય અને કાર્યક્રમોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.જિલ્લામાં તાપમાન સતત ૪૦ ડિગ્રીથી ઉપર રહેતા લોકો માટે દૈનિક જીવન પણ મુશ્કેલ બની રહ્યું છે. તબીબો દ્વારા પણ લુથી બચવા માટે વધુ પાણી પીવું, છાંયડો લેવો અને સીધા તડકામાં લાંબા સમય સુધી ન રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. ચૂંટણીના ઉત્સાહ અને લગ્નની ખુશી વચ્ચે ગરમીનો કહેર લોકો માટે પડકારરૂપ બન્યો છે. તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરી નાગરિકોએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બની ગયું છે.

ટેગ્સ:#Banaskantha#mercury

સંબંધિત સમાચાર