ભાભર માર્કેટયાર્ડની આગામી ચૂંટણીનુ જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. આ જાહેરાત સાથે જ સ્થાનિક સહકારી રાજકારણમાં ભારે દોડધામ અને ગરમાવો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ માર્કેટ સમિતિના કુલ ૧૬ ડીરેકટરોની બેઠક માટે આ ચુંટણી યોજાશે. જેમાં અલગ અલગ વિભાગોની વહેચણી આ મુજબ છે ખેડૂત વિભાગ ૧૦, વહેપારી વિભાગ ૪, સહકારી ખરીદ વેચાણ મંડળીઓ વિભાગ ૨ એમ કુલ ૧૬ ડીરેકટરો માટેની ચુંટણી યોજાશે. ચુટણી પ્રક્રિયાને સુચારુ રૂપે પૂર્ણ કરવા માટે તંત્ર દ્વારા તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તા.૧૬ સપ્ટેમ્બર, ફોર્મ ચકાસણી તા.૧૭ સપ્ટેમ્બર, ફોર્મ પાછા ખેંચવાની તા.૨૧ સપ્ટેમ્બર અને મતદાનની તા.૨૮ સપ્ટેમ્બર જ્યારે મતગણતરીની તા.૨૯ સપ્ટેમ્બર હોવાનું જાણવા મળેલ છે. ભાભર માર્કેટ યાર્ડની ચૂંટણીને લઈ સહકારી આગેવાનો અને રાજકીય પક્ષોમાં અત્યારથી જ ગરમાવો જોવા મળી રહ્યો છે.
ભાભર માર્કેટયાર્ડની ચૂંટણી જાહેર થતાં સહકારી ક્ષેત્રમાં ગરમાવો

ટેગ્સ:#bhabhar
સંબંધિત સમાચાર
વાવ-થરાદવાવ-થરાદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ 'રોડ સેફ્ટી' અંતર્ગત બાઇક રેલી યોજાઈ
2 દિવસ પહેલા
વાવ-થરાદથરા નગરપાલિકા ચૂંટણી માહોલ: AAP કાર્યાલયના ઉદ્ઘાટને ગઢવીના પ્રહારોથી ગુંજ્યું
4 દિવસ પહેલા
વાવ-થરાદચંદન રાઠોડ પરિવારને સહાય: માત્ર બે જ દિવસમાં રૂ.40 લાખથી વધુનું અનુદાન એકત્રિત
5 દિવસ પહેલા
વાવ-થરાદવાવના ચાંદરવા ગામે પોલીસના દરોડા: સીમમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
