રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા3 જુલાઈ, 2026| Super Admin

મહેસાણામાં આરોગ્ય સેવાઓને વેગ: કલેક્ટર કચેરીથી નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ

મહેસાણામાં આરોગ્ય સેવાઓને વેગ: કલેક્ટર કચેરીથી નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ

મહેસાણા જિલ્લાના નાગરિકો માટે આરોગ્યની સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ્યથી ગુરુવારે કલેક્ટર કચેરીના પટાંગણમાંથી એક નવી એમ્બ્યુલન્સને લીલીઝંડી દર્શાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ સેવાનો પ્રારંભ ધારાસભ્ય  સુખાજી ઠાકોર, જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી  અંચુ વિલ્સનની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો, જેથી હવે જિલ્લાવાસીઓને તબીબી સહાય વધુ ઝડપથી અને સહેલાઈથી મળી રહેશે.

આ જનકલ્યાણકારી સુવિધા ધારાસભ્યની વિવેકાધીન ગ્રાન્ટ તથા પાંચોટ સ્થિત શ્રી રામલાલ હીરાલાલ સાર્વજનિક ટ્રસ્ટના સહયોગ થકી શક્ય બની છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ ભાર મૂક્યો હતો. કે કટોકટીના સમયે દર્દીના જીવ બચાવવા માટે સમયસરની તબીબી સારવાર અત્યંત આવશ્યક હોય છે. આ નવી એમ્બ્યુલન્સ સેવા અંતરિયાળ તેમજ ગ્રામીણ વિસ્તારોના લોકોને તાકીદની પરિસ્થિતિમાં ઝડપથી હોસ્પિટલ પહોંચાડવામાં આશીર્વાદરૂપ સાબિત થશે.

એમ્બ્યુલન્સ લોકાર્પણના આ કાર્યક્રમમાં આરોગ્ય ખાતાના અધિકારીઓ-કર્મચારીઓ, પાંચોટ હોસ્પિટલના ટ્રસ્ટીગણ તેમજ સ્થાનિક આગેવાનોએ હાજરી આપી હતી. ઉપસ્થિત સૌ કોઈએ આ સરાહનીય પગલાંને બિરદાવ્યું હતું અને જણાવ્યું હતું કે આરોગ્યના માળખાને મજબૂત કરતી આ જનહિતલક્ષી પહેલ જિલ્લાના લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો કરશે.

ટેગ્સ:#mehsana

સંબંધિત સમાચાર