રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સાબરકાંઠા14 ઑગસ્ટ, 2025| Super Admin

હર ઘર તિરંગા અભિયાન; પ્રાંતિજ ખાતે સ્વાતંત્ર્ય દિનની પૂર્વ તૈયારીના ભાગરૂપે રિહર્સલ યોજાયું

હર ઘર તિરંગા અભિયાન; પ્રાંતિજ ખાતે સ્વાતંત્ર્ય દિનની પૂર્વ તૈયારીના ભાગરૂપે રિહર્સલ યોજાયું

સાબરકાંઠા જિલ્લામાં ૧૫મી ઑગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાદુંની ઉપસ્થિતિમાં રીહર્સલ યોજાયું હતું. તા.૧૫ ઑગસ્ટ ૨૦૨૫ના રોજ ૭૯મા સ્વાતંત્ર્ય દિનની જિલ્લાકક્ષાની ઉજવણી પ્રાંતિજની અવર ઓન હાઇસ્કૂલ ખાતે કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાકક્ષાના આ ઉજવણીને ધ્યાને લઈને કાર્યક્રમના સ્થળે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. આ રિહર્સલમાં કલેક્ટર દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના વિધાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્વાતંત્ર્ય પર્વ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ઉજવાશે. રીહર્સલમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસવડા વિજય પટેલ, અધિક નિવાસી કલેક્ટર કિષ્ના વાઘેલા, પ્રાંત પ્રાંતિજ, ગ્રામ વિકાસ એજન્સી નિયામક પાટીદાર તેમજ વિવિધ અમલીકરણ અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

સંબંધિત સમાચાર