રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત21 જાન્યુઆરી, 2026| Super Admin

પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી – Gujarati GNS News


(G.N.S) Dt. 21

ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ૧૦.૧૧ લાખથી વધુ ખેડૂતોએ કરાવી નોંધણી

ગાંધીનગર,

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૧૨ હજાર કરોડ કરતા વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકો માટે ટેકાના ભાવે ખરીદી યોજના હેઠળ તા. ૨૦ જાન્યુઆરી, ૨૦૨૬ સુધીમાં કુલ ૧૦.૧૧ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે.

જણસી ખરીદીના આંકડા વિશે પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ટેકાના ભાવે ખરીદી માટે SMS થયેલા ખેડૂતોની સંખ્યા ૧૦,૦૧,૭૨૪ છે, જ્યારે જણસી ખરીદ કરેલા કુલ ૮,૨૩,૭૪૩ લાભાર્થીઓ છે. વધુમાં, ખરીદ કરવામાં આવેલ ૧૮,૦૫,૬૧૨.૧૬ મેટ્રિક ટન જણસીનું મૂલ્ય રૂ. ૧૨,૯૬૫.૩૭ કરોડ છે, જેમાંથી ૬,૩૩,૧૪૯ લાભાર્થીઓને રૂ. ૯,૯૦૭.૮૬ કરોડના મૂલ્યની ચૂકવણી પણ કરવામાં આવી છે.

પ્રવક્તા મંત્રી શ્રી વાઘાણીએ ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૨૫-૨૬માં તા. ૧ થી ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં કુલ ૧૦,૧૧,૯૩૬ ખેડૂતોની ઓનલાઇન નોંધણી થઈ છે. મગફળી પાકમાં ગયા વર્ષે ૩.૭૪ લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું હતું, તેની સામે આ વર્ષે ૯.૩૧ લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે. કેન્દ્ર સરકારે ૨૦.૧૦ લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાની મંજૂરી આપી છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી તા. ૯ નવેમ્બર, ૨૦૨૫થી શરૂ થઈ છે અને તા. ૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી ચાલશે. ચાલુ ખરીફ સીઝનમાં આ પાકોની ખરીદીનું કુલ મૂલ્ય અંદાજે રૂ. ૧૫ હજાર કરોડ રૂપિયા થશે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તુવેર પાક માટે તા. ૨૨ ડિસેમ્બર, ૨૦૨૫થી નોંધણી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત તા. ૨૦ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી e-Samruddhi પોર્ટલ પર ૧,૩૦,૬૪૦ ખેડૂતોની નોંધણી થઈ છે. આ પ્રથમ વખત NAFEDના e-Samruddhi પોર્ટલ પર આધાર આધારિત POS Thumb Impression / Face Recognition વડે વિનામૂલ્યે નોંધણી થઈ રહી છે. ભારત સરકારના માર્ગદર્શન મુજબ તુવેર, અડદ અને મસૂર પાકની ખરીદી રાજ્યના કુલ ઉત્પાદનના ૧૦૦ ટકા સુધી થઈ શકે છે.

રાજ્ય સરકાર દ્વારા આ યોજનામાં લેવામાં આવેલા નવીન અને ઈનોવેટીવ પગલાં વિશે પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, નોંધણી કરેલા ખેડૂતોની જ ખરીદી માટે પ્રથમ વખત આધાર-એન્બલ્ડ બાયોમેટ્રિક / ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવા આવે છે. આ ઉપરાંત ખેડૂતો માટે નોમીની સુવિધા, જેથી ખેડૂત ન આવે તો નોમીની વેચાણ કરી શકે, ચૂકવણી આધાર-સીડેડ બેંક ખાતામાં DBT થકી તુરંત જમા, જિલ્લા-તાલુકા સ્તરે વિજિલન્સ કમિટીઓ દ્વારા ખરીદ કેન્દ્રોની નિયમિત તપાસનો સમાવેશ થાય છે.



Source link

સંબંધિત સમાચાર