રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા22 ઑગસ્ટ, 2025| Super Admin

શિહોરી ખાતે ગુજરાત ઓ.બી.સી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું

શિહોરી ખાતે ગુજરાત ઓ.બી.સી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પાટણ રોડ ઉપર આવેલ કામધેનુ કોમ્પલેક્ષ ખાતે ગુજરાત ઓ.બી.સી અનામત વર્ગીકરણ સમિતિની કાંકરેજ તાલુકા ધારાસભ્ય અમૃતજી ઠાકોર તેમજ તારક ઠાકોરની આગેવાની હેઠળ મિટિંગ યોજાઈ હતી. જેમાં કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર તેમજ ગુજરાત ઓબીસી વર્ગીકરણ સમિતિના તારક ઠાકોર લલિતસિંહ વાઘેલા તેમજ ઓબીસી સમાજના સરપંચો સહિત મોટી સંખ્યામાં સમાજના વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વાદળી ગૌ માતાના સ્ટેચ્યુથી મેઈન બજાર થઈ ને રેલી કાંકરેજ મામલતદાર કચેરીમાં પહોંચી હતી અને સરકાર દ્વારા ઓબીસી સમાજના લોકોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે કાંકરેજ તાલુકા ધારાસભ્ય અને તારક ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં ૧૪૬ જેટલા સમાજો ઓબીસી માં સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં માત્ર ૨૦ જેટલા સમૃધ્ધ સમાજો લાભ લઈ રહ્યા છે. ત્યારે હવે એમની સંખ્યા ૨૦ ટકા જેટલી પણ નથી પરંતુ ૮૦ ટકા સીટ લે છે. ત્યારે હવે બીજી તરફ ઠાકોર કોળી વણઝારા નાયી દેવીપૂજક ગોસ્વામી જેવા ૧૦૦ જેટલા સમાજો ઓબીસીમાં સમાવેશ થયો છે છતાંય આજ સુધી વંચિત રહ્યા છે. ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા ઓબીસી અનામત વર્ગીકરણ કરવામાં આવે તેવી માંગ સાથે કાંકરેજ તાલુકા નાયબ મામલતદારને રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે હવે ગુજરાતમાં પણ અમલી કરવામાં આવે તેવી માંગ ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતી દ્વારા કરવામાં આવેલ અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર