બનાસકાંઠા રિસર્વેમાં થયેલી 'સરકારી ભૂલો' ખેડૂતો માટે બની શ્રાપ : 9 વર્ષથી ન્યાય માટે રઝળપાટ

ડીસાના યાવરપુરા ગામમાં રિસર્વે બાદ જમીનના રેકોર્ડમાં ધરખમ ફેરફાર
ભાઈ-ભાઈ વચ્ચે ઝઘડા અને શેઢા-પાડોશીઓ વચ્ચે વિવાદ વકર્યો
બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2017/18માં સરકાર દ્વારા કરવામાં આવેલો જમીન રિસર્વે હવે ખેડૂતો માટે માથાનો દુખાવો બની ગયો છે. ખાસ કરીને ડીસા તાલુકાના યાવરપુરા ગામના ખેડૂતો છેલ્લા 9 વર્ષથી સરકારી કાગળો પર પોતાની જ જમીન સાબિત કરવા માટે કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. રિસર્વેની ક્ષતિઓને કારણે કોઈ ખેડૂતની જમીન કાગળ પર વધી ગઈ છે, તો કોઈની પરસેવાની કમાણી જેવી જમીન કપાઈ ગઈ છે.
યાવરપુરા ગામના ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે એક જ ગામ અને એક જ સર્વે નંબરમાં જમીનના માપમાં મોટી વિસંગતતાઓ જોવા મળી રહી છે. આ ભૂલોના કારણે ગામમાં વર્ષોથી સાથે રહેતા શેઢા-પાડોશીઓ વચ્ચે તણાવ પેદા થયો છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે નજીવા જમીન વિવાદમાં ભાઈ-ભાઈ વચ્ચે પણ ઝઘડા અને મનદુઃખના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
7/12 અને 8-અ ના ઉતારામાં થયેલી આ ભૂલોને કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડી રહ્યો છે તેમજ લોન મળવામાં મુશ્કેલી પડી રહી છે જમીનના દસ્તાવેજોમાં મેળ ન હોવાથી બેંકો લોન આપવાનો ઇનકાર કરી રહી છે.આ ઉપરાંત ટેકાના ભાવે પાક વેચવો હોય કે સરકારી સહાય મેળવવી હોય, ખોટા રેકોર્ડને કારણે ખેડૂતો આ લાભ થી વંચિત રહી જાય છે. જમીન નામે કરાવવી, વારસાઈ નોંધ કે જમીન વેચાણ જેવી પ્રક્રિયાઓ છેલ્લા 9 વર્ષથી અટકી પડી છે.
"અમારે વધારાની જમીન નથી જોઈતી, બસ 2017 પહેલા અમારા રેકોર્ડ પર જેટલી જમીન બોલતી હતી એટલી અમને પાછી કરી આપવામાં આવે."
ખેડૂતોએ આ બાબતે અનેકવાર ડીએલઆર કચેરીમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. તેમ છતાં, તંત્ર દ્વારા માત્ર આશ્વાસન સિવાય કંઈ મળ્યું નથી. ખેડૂતો હવે હારી-થાકીને મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી રહ્યા છે. તેમનો એક જ સુર છે કે સરકાર જલ્દીથી આ રિસર્વેની જવાબદારી સ્વીકારે અને જૂના રેકોર્ડ મુજબ જમીનનું માપણી સુધારે.હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ગંભીર મુદ્દે જાગશે ખરું? શું યાવરપુરાના ખેડૂતોને તેમની હકની જમીનનો સાચો હિસાબ મળશે? અને મળશે તો ક્યારે ?
ટેગ્સ:#survey#Banaskantha#farmers#government#Yavarpura#Government mistakes#struggle for justice#land survey
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
