રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા19 મે, 2025| Super Admin

અમીરગઢમાં સરકારી દવા રસ્તે રઝળતી મળતા ચકચાર

અમીરગઢમાં સરકારી દવા રસ્તે રઝળતી મળતા ચકચાર
આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીથી લોકોમાં રોષ; સરકાર દ્રારા ગરીબો અને મધ્યમ વર્ગને આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને ગામડે ગામડે સરકારી દવાખાનાની સુવિધાઓ ઉભી કરાઈ છે. લોકોને આરોગ્ય માટે જરૂરી સુવિધાઓ સહિત જરૂરિયાતની મેડિશન (દવાઓ) પણ સરકારી દવાખાનામા જ મળી રહે છે. પરંતુ સરકારી દવા રસ્તે રઝળતી દેખાતા લોકોમાં રોષ છવાયો છે. અમીરગઢમા આયરન અને ફોલિકએસિડની ગોળી કે જે ગર્ભવતી માતાઓને આપવામાં આવે છે.જે મોંઘી હોય છે. પણ આ દવાઓ સરકાર દ્રારા ગર્ભવતી મહિલાઓને ફ્રી અપાય છે એ દવાઓ ગમે ત્યાં ફેંકી રસ્તે રઝળતી જોવા મળી હતી. એ પણ એવી જગ્યાએથી જ્યા સવાર સાંજ બાળકો રમતા હોય છે જો આ દવા કોઈ બાળક રમતાં રમતાં જેમ્સ કેં ચોકલેટ સમજી ખાઈ જાય તો ઓવરડોઝ- પોઈઝન કે એક્સપાયરી ડેટની આડ-અસરથી બાળકનો જીવ જોખમાય તો જવાબદાર કોણ…? તેવો લોકોએ સવાલ કર્યો હતો. આ બાબતે તાલુકા આરોગ્ય અધિકારી બી.એસ. વ્યાસને જાણ કરાતાં તેઓ જાણી જોઈને અજાણ બની ગયા હતા.હકીકતમાં જો આ દવાઓ વેસ્ટ હોય તો બાયોમેડિકલ વેસ્ટની ગાડીમાં નંખાય પણ આમ ગમે ત્યાં ન ફેકી દેવાય…! એક બાજુ લોકોને આરોગ્યની સુવિધાઓ નથી મળી રહી અને જો મળે છે ત્યાં દવાઓ ઘણી વાર નથી મળતી. ડૉ.ખાનગી મેડીકલની દવાઓ લખે છે. તો ભાવ ઊંચા આપવા પડે છે. પણ આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીઓ આ બાબતે લાપરવાહ છે. આવી ઘોર બેદરકારીથી સરકાર અને પબ્લિક બન્નેના પૈસાનો વેડફાટ થાય છે. કારણ કે આખરે પબ્લિકના જે-તે ટેક્સમાંથી જ તો તેમને પગાર અને લોકોને સરકારી સુવિધાઓ મળી રહી છે તો જીલ્લા આરોગ્ય વિભાગ આ બેદરકારીની નોંધ લઇ યોગ્ય કાર્યવાહી કરે તેવો જનમત પ્રવર્તે છે.

સંબંધિત સમાચાર