સરહદી બનાસકાંઠા જિલ્લાના છેવાડાના સુઈગામ તાલુકામાં આર.એન્ડ.બી. વિભાગ દ્વારા કરોડોના ખર્ચે રોડ, મકાન અને બિલ્ડીંગના કામો આકાર લઈ રહેલ છે.તે પૈકી સુઇગામ તાલુકા મથક ખાતે અંદાજીત રૂ. 5.5 કરોડના ખર્ચે વિશ્રામ ગૃહનું કામ ચાલી રહ્યું છે.જે રનિંગ કામમાં સરકારી નાણાંનો વેડફાટ નરી આંખે જોવા મળી રહ્યો છે. જો કે આ કરોડો રૂપિયાના રનિંગ કામમાં દીવાલોમાં પણ તિરાડો જોવા મળી રહી છે. જેમાં ગેરરીતિઓની બુમરાડ વચ્ચે દીવાલોની તિરાડોમાં લાપી ભરીને ગેરરીતિઓને છુપાવવામાં આવી રહી છે. જો કે વાવ, સુઇગામ અને થરાદ વિસ્તારમાં ચાલતા સ્ટેટ વિભાગના કામોમાં ભારે ગેર રીતિઓની બુમરાડ ઉઠવા છતાં કોઈ તપાસ થતી નથી. તાજેતરમાં સ્ટેટના વાવ- સુઇગામ વિભાગમાં થયેલા રોડોના કામોની ગેરરીતિઓ મીડિયામાં પ્રસિદ્ધ થવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. જો કે સુઇગામ મુકામે થઈ રહેલા વિશ્રામ ગૃહના રનિંગ કામોની ગેરરીતિ ભવિષ્યમાં મોટી હોનારત સર્જી શકે છે? લોક મુખે ચર્ચાતી વાતો મુજબ આ કામના ના.કા. ઈજનેર જિલ્લાનો ચાર્જ સંભાળી રહ્યા છે. સુઇગામ ખાતે ચાલતા આ વિશ્રામ ગૃહના કામમાં જવાબદાર ના.કા ઇજનેર, સુપર વાઇઝર અને કોન્ટ્રાકટરની ભૂમિકા શકના ઘેરામાં જોવા મળી રહી છે. ત્યારે આ કામમાં વિજિલન્સ તપાસ જરૂરી બની ચુકી છે. જો કે આ ગેરરીતિઓની રજુઆત કરતાં સ્થાનિક લોકો પણ ગભરાઈ રહ્યા છે. કરોડોના ખર્ચે બની રહેલું આ વિશ્રામ ગૃહનું લોકાર્પણ પણ કરાયું નથી.તે પહેલાં ભારે ગેરરીતિઓ સામે આવી છે. વધુમાં વાવ ખાતે દાદા આદમવારી વખતનું 50 વર્ષ જૂનું વિશ્રામ ગૃહ માટે સ્થાનિક લોકોએ નવીન બનાવવા માટે રજૂઆતો કરવા છતાં બનતું નથી.જે જર્જરિત વિશ્રામ ગૃહના જુના મકાનનો કાટ માળ પણ ચર્ચા જગાવે છે?
ગેરરીતિનું ભૂત ધુણ્યુ; કરોડોના ખર્ચે બનેલ સુઈગામ વિશ્રામ ગૃહમાં લોકાર્પણ પહેલાં તિરાડો પડી

ટેગ્સ:#Banaskantha District#Corruption Allegations#Public Concern#Construction Irregularities#R&B Department#Suigam Rest House#Government Funds Misuse#Infrastructure Cracks#Unfinished Projects#Vigilance Inquiry#Vav-Suigam-Tharad Works#Pre-Inauguration Defects#Old Rest House Vav
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
