રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા20 માર્ચ, 2026| Super Admin

સરદાર કૃષિનગરમાં પશુપાલકોનો જમાવડો : ત્રિ-દિવસીય તાલીમ અને એક્સ્પોઝર વિઝિટ યોજાયો

સરદાર કૃષિનગરમાં પશુપાલકોનો જમાવડો : ત્રિ-દિવસીય તાલીમ અને એક્સ્પોઝર વિઝિટ યોજાયો
૨૦૦ જેટલી મહિલાઓને વૈજ્ઞાનિક પશુપાલન અંગે માર્ગદર્શન અને પ્રાયોગિક માહિતી અપાઈ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, સરદારકૃષિનગર (દાંતીવાડા) ખાતે તા. ૧૬ થી ૧૮ માર્ચ ૨૦૨૬ દરમિયાન ત્રિદિવસીય પશુપાલન તાલીમ કમ એક્સ્પોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કામધેનુ યુનિવર્સિટી, રિલાયન્સ ફાઉન્ડેશન અને રાજસ્થાન બાલ કલ્યાણ સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. ડૉ. એચ.સી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ તથા ડૉ. જી.એમ. ચૌધરીના સંચાલનમાં યોજાયેલ આ તાલીમમાં વિવિધ વિભાગોના નિષ્ણાતોએ પશુ રોગનિદાન, સંવર્ધન, આહાર વ્યવસ્થાપન, રહેઠાણ, દૂધમાં ભેળસેળ ચકાસણી તેમજ પશુજન્ય રોગો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.આ તાલીમમાં બનાસકાંઠા જિલ્લાના વિવિધ ગામોમાંથી આશરે ૨૦૦ જેટલી પશુપાલક મહિલાઓએ ભાગ લીધો હતો. મહિલાઓને પશુપોષણ, માવજત અને વૈજ્ઞાનિક પશુપાલનની આધુનિક પદ્ધતિઓ અંગે માહિતગાર કરવામાં આવી હતી તેમજ સંબંધિત સાહિત્યનું વિતરણ પણ કરાયું હતું. તાલીમ દરમિયાન કોલેજના વિવિધ વિભાગો અને પશુ સારવાર સંકુલની પ્રવૃત્તિઓથી પણ હાજર પશુપાલકોને અવગત કરાયા હતા. કાર્યક્રમ સફળ બનાવવા બદલ તમામ તજજ્ઞો અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.    

સંબંધિત સમાચાર