રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ29 જૂન, 2026| Super Admin

યાત્રાધામ ઢીમાના મેળામાં મહિલાના ગળામાંથી સોનાની ચેઈન સેરવી લેતી ટોળકી સક્રિય

યાત્રાધામ ઢીમાના મેળામાં મહિલાના ગળામાંથી સોનાની ચેઈન સેરવી લેતી ટોળકી સક્રિય

પૂનમના મેળાની ભીડનો લાભ ઉઠાવી મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ચોરાઈ

 ફૂટેજના આધારે જીઆરડી મહિલા જવાન અમરબેને એક શંકાસ્પદ મહિલાને ઝડપી પોલીસને સોંપી

​યાત્રાળુઓની સુરક્ષા કાજે મેળાઓમાં વધુ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ ઉઠી

 વાવ થરાદ  જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ખાતે પૂનમ નિમિત્તે ભરાયેલા ભક્તિમય મેળામાં દર્શનાર્થીઓની ભારે ભીડનો લાભ ઉઠાવીને તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટનાઓ અવારનવાર સામે આવી લહી છે. મેળાના ભારે ટ્રાફિક અને ભીડભાડ વાળા વિસ્તારમાં એક મહિલા શ્રદ્ધાળુના ગળામાંથી સોનાની ચેઈન ચોરાઈ જતાં ચકચાર મચી ગઈ છે ​સ્થાનિક યાત્રાળુઓના જણાવ્યા અનુસાર આવા મોટા મેળાઓમાં ચેનચોર મહિલાઓની સક્રિય ટોળકીઓ આવતી હોય છે જે ભીડનો ગેરલાભ ઉઠાવીને મહિલાઓને નિશાન બનાવે છે આજે બનેલી ચોરીની ઘટના બાદ તુરંત જ તકેદારીના ભાગરૂપે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં એક શંકાસ્પદ મહિલા ભોગ બનનાર મહિલા લાઈનમાં ઊભા વિડીયો ઉતારી રહ્યા હતા તે દરમિયાન તેમના ખભા પર હાથ રાખીને આડી નજરે જોતી નજરે પડી હતી અને તેની શંકાસ્પદ હિલચાલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 

આ ઘટનાની જાણ થતાં જ મેળામાં ફરજ પર તૈનાત જી.આર.ડી. મહિલા જવાન અમરબેન ગૌસ્વામીએ ત્વરિત અને પ્રશંસનીય કામગીરી કરી હતી. તેમણે સીસીટીવીમાં દેખાતી શંકાસ્પદ મહિલાને ઓળખી કાઢી તેની અટકાયત કરી હતી. અને તાત્કાલિક જવાબદાર પોલીસ તંત્રને બોલાવીને આ શંકાસ્પદ મહિલાને આગળની પૂછપરછ માટે પોલીસને સોંપી દીધી હતી. ​મેળાના દિવસોમાં કિંમતી ઘરેણાં અને પાકીટ ચોરી થવાના આવા બનાવો મેળા દરમિયાન રોજિંદા બની ગયા હોવાથી યાત્રાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પવિત્ર ધામમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા જળવાઈ રહે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જવાબદાર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા મેળાઓ દરમિયાન હજુ પણ વધુ કડક અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી ઉગ્ર માંગ યાત્રાળુઓ દ્વારા કરવામાં આવી છે

સંબંધિત સમાચાર