રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા2 એપ્રિલ, 2025| Super Admin

થરાદ નજીક દેવપુરા પાસે કાર કેનાલમાં ખાબકતાં ચારનાં મોત

થરાદ નજીક દેવપુરા પાસે કાર કેનાલમાં ખાબકતાં ચારનાં મોત
પાલિકાની ફાયર ટીમે દોડી આવીને કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢ્યા; થરાદ નજીક દેવપુરા પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકતાં ચાર મૃતદેહ મળી આવ્યા હતા. જો કે કારમાં પાંચ વ્યક્તિ પૈકી મહિલાની ભાળ નહી મળતાં પાલિકાની ટીમ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મૃતક કાર ચાલકના પાસેથી મળી આવેલા મોબાઇલ અને વિજ બિલના આધારે તેમની ઓળખ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે કેનાલ પર બહોળી સંખ્યામાં લોકોના ટોળાં એકઠા થવા પામ્યાં હતા.કારમાંથી એક પછી એક મૃતદેહ બહાર કાઢવામાં આવતાં વાતાવરણમાં ઘેરા શોકની લાગણી પ્રસરવા પામી હતી. મૃતક એક જ પરિવાર હોવાનું પ્રાથમિક દષ્ટીએ જણાઇ રહ્યું છે. ઘટના સ્થળ પર ઉપસ્થિત લોકો પાસેથી પ્રાપ્યા માહિતી મુજબ બ્રેઝા કાર ભાભરથી થરાદ તરફ આવી રહી હતી. જેમાં થરાદના કિયાલ ગામનો પરિવાર બેઠેલ હતો. આ બનાવની જાણ થતાં વાવ અને થરાદ પોલીસ પણ સ્થળ પર દોડી આવી છે.અક્સ્માત કઇ રીતે સર્જાયો તેના વિશે હજુ કોઇ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. થરાદની મુખ્ય કેનાલમાં કાર ખાબકતાં થરાદ તાલુકાના કીયાલ ગામના એક જ પરિવારના ત્રણ બાળકો અને માતા-પિતા સહિત પાંચ લોકોના મોત થયા છે. જો કે મહિલાનો મૃતદેહ હજુ મળ્યો નથી.

સંબંધિત સમાચાર