કડી પોલીસે મલ્હારપુરા વિસ્તારમાં આવેલા ચાર માળિયા ફ્લેટમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં રૂ. 4.84 લાખની કિંમતની 1638 વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન જપ્ત કરવામાં આવ્યા છે. પીઆઇ એ.એન. સોલંકીની સૂચના મુજબ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે મલ્હારપુરામાં જાવેદ હનીફભાઈ કલાલ વિદેશી દારૂનો વેપલો કરી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે ગુરુવારે મોડી સાંજે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે જાવેદ મહેબૂબભાઈ કલાલ અને અબ્બાસભાઈ કલાલ (બંને રહે. મલ્હારપુરા, રાવળવાસ, કડી)ને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું કે બંને જણા જાવેદ હનીફભાઈને ત્યાં નોકરી કરતા હતા. તેઓ જ્યુપિટર કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અલગ-અલગ ઓર્ડર પ્રમાણે વેચવા જતા હતા. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. કુલ રૂ. 5.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પણ કડી જીઆઈડીસી વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો પકડ્યો હતો.
મહેસાણા18 જુલાઈ, 2025
મહેસાણાના કડીમાં 4.84 લાખની વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ટેગ્સ:#mehsana#Kadi#public safety#Police Operations#Police Raid#Drug Enforcement#Liquor Smuggling#Crime Prevention#Foreign Liquor Seizure#Illegal Alcohol Trade#Malharpura
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણામાં બે અલગ-અલગ અકસ્માતમાં ત્રણને ઈજા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણા જિલ્લાના વડનગરમાં ડબ્બા ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ : પોલીસને મોટી સફળતા મળી
2 દિવસ પહેલા
મહેસાણાવડનગરમાં આંબેડકર ભવનની જમીન પર તંત્રનું બુલડોઝર : ગેરકાયદેસર દબાણોનો સફાયો
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણા પોલીસનો મોટો સપાટો : ₹3.36 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવી દેવાયું
5 દિવસ પહેલા
