રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા1 મે, 2025| Super Admin

ડીસા હાઈવે ઉપર રમુણ ગામની સીમમાં થી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો 1 કરોડ 1 હજારનો મુદ્દામાલ જપ્ત

ડીસા હાઈવે ઉપર રમુણ ગામની સીમમાં થી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો 1 કરોડ 1 હજારનો મુદ્દામાલ જપ્ત
બનાસકાંઠા એલસીબીએ ધાનેરા-ડીસા હાઈવે પર રમુણ ગામ પાસેથી મોટી કામગીરી કરી છે. પોલીસે ભુસાના કટ્ટા વચ્ચે છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટાટા ટ્રક નંબર RJ-19-GF-4530માંથી કુલ 1234 પેટી અને 25,632 ટીન દારૂ-બિયર જપ્ત કર્યા છે. આ દારૂનો જથ્થો રૂ. 74.66 લાખની કિંમતનો છે. પોલીસે ટ્રક, મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1 કરોડ 1 હજાર 882નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. ટ્રક ચાલક ગોગારામ પ્રેમારામ જાટ રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા તાલુકાના જાટો કા બેરા ગામનો રહેવાસી છે. બીજો આરોપી ખલાસી ગુણેશારામ આયદાનરામ પ્રજાપતિ બાડમેર જિલ્લાના ચોહટન તાલુકાના જેસાર ગામનો વતની છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે આ કામગીરી કરી છે. પોલીસ ઈન્સ્પેક્ટર એ.વી. દેસાઈ અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર એસ.બી. રાજગોરની સૂચનાથી પેટ્રોલિંગ દરમિયાન આ સફળતા મળી છે. આગથળા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર