ઉત્તર ચીનમાં એક કેમ્પસાઇટ અચાનક પૂરની ઝપેટમાં આવી ગઈ, જેમાં 8 લોકો માર્યા ગયા અને 4 અન્ય ગુમ થયા. રવિવારે એક સરકારી મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી હતી. કેમ્પસાઇટ એ લોકો માટે નદીઓના કિનારે અથવા કુદરતી રીતે સુંદર સ્થળોએ તંબુ લગાવીને રહેવા માટે એક કામચલાઉ વ્યવસ્થા છે. રાજ્ય સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, શરૂઆતમાં 13 લોકો ગુમ થયાના અહેવાલ હતા. રવિવાર સવાર સુધીમાં, એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો અને 8 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. બાકીના 4 ગુમ થયેલા લોકો માટે શોધ અને બચાવ કામગીરી ચાલુ છે. આ દુર્ઘટના શનિવારે સ્થાનિક સમય મુજબ રાત્રે 10 વાગ્યે ઉત્તરી ચીનના ઉરાદ રીઅર બેનરમાં બની હતી, જે 'ઇનર મંગોલિયા ઓટોનોમસ' ક્ષેત્રનો એક મોટો પર્વતીય વિસ્તાર છે અને તેના લોકપ્રિય કેમ્પસાઇટ્સ માટે જાણીતો છે.
ઉત્તર ચીનમાં અચાનક આવેલા પૂરથી ભારે તબાહી, 8 લોકોના મોત; 4 ગુમ

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયદિલ્હી સ્લીપર બસ ગેંગરેપ કેસમાં 398 પાનાની ચાર્જશીટ દાખલ
15 કલાક પહેલા
રાષ્ટ્રીયનમો ભારત ટ્રેનમાં ટ્રિપ પાસ સુવિધા શરૂ, વારંવાર ટિકિટ કે રિચાર્જ કાર્ડ ખરીદવાની જરૂર નથી
15 કલાક પહેલા
રાષ્ટ્રીયકર્ણાટકના મેંગલુરુ નજીક MRPL પરિસરમાં વિસ્ફોટ
17 કલાક પહેલા
રાષ્ટ્રીયમાર્ચ...પ્રદર્શન...રેલી...ભારત ગઠબંધને ચૂંટણી પંચ સામે રણનીતિ નક્કી કરી, આંદોલનની જાહેરાત કરી
17 કલાક પહેલા
