રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા11 એપ્રિલ, 2025| Super Admin

લાખણી અને યાત્રાધામ ગેળાની દુકાનોમાં ફટાકડા અને વિસ્ફોટક સામગ્રીની તપાસ

લાખણી અને યાત્રાધામ ગેળાની દુકાનોમાં ફટાકડા અને વિસ્ફોટક સામગ્રીની તપાસ
દુકાનદારોને અગ્નિ શામક સાધનો રાખવાનું સૂચન; લાખણી તાલુકાની ગેળા ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયેદસર વિસ્ફોટક પદાર્થ અને ફટાકડા જેવી જીવલેણ સામગ્રી બાબતે દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં ચર્ચિત ડીસા ફટાકડા વિસ્ફોટ કાંડ બાદ તંત્ર દ્વારા લાઇસન્સ વગર ચાલતી ફટકડા અને વિસ્ફોટક સામગ્રી ધરાવતી દુકાનો અને ગોડાઉન ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે લાખણી તાલુકાના શ્રીફળીયા હનુમાન દાદાના મંદિરથી વિખ્યાત ગેળા ગામમાં સરપંચ અને તલાટી દ્વારા ગામની દરેક દુકાનોની ચકાસણી કરવામાં આવી હતી અને દુકાનદારોને ફટાકડા જેવા વિસ્ફોટક સામગ્રી દુકાનમાં નહિ રાખવા સૂચના આપવામાં આવી હતી. સરકારની સુચના મુજબ ગેળા ગ્રામ પંચાયતનાં સરપંચ હરજીભાઈ રાજપુત અને તલાટી કમ મંત્રી મયુરભાઈ મકવાણા દ્વારા દરેક દુકાન અને કારખાના ઉપર તપાસ કરી અગ્નિ શામક સાધનો રાખવા સૂચના આપવામાં આવી હતી. દરમ્યાન તાલુકા મથક લાખણીમાં આઇસીડીએસ વિભાગના આંકડા મદદનીશ એ.એમ.સોલંકી,રેવન્યુ તલાટી જે.એ. રાઠોડ, તલાટી મીનાક્ષીબેન ખત્રી દ્વારા પણ વિવિધ દુકાનોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને દુકાનદારોને ફટાકડા કે અન્ય વિસ્ફોટક સામગ્રી ન રાખવાની તાકીદ કરી હતી.

સંબંધિત સમાચાર