સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા દિવાળી પૂર્વે બે અલગ-અલગ સ્થળોએ ફટાકડાના કુલ 65 સ્ટોલ ઊભા કરવામાં આવશે. ડ્રો પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્ટોલ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં આ સ્ટોલ કાર્યરત થશે. નગરપાલિકા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ 65 સ્ટોલ પૈકી 21 સ્ટોલ હિંમતનગરના ટાવર ચોક સ્થિત પરશુરામ પાર્ક ખાતે અને 42 સ્ટોલ ફાયર સ્ટેશન સામે કેનાલ પાસે ઊભા કરાશે. તમામ સ્ટોલ 10 X 10 ફૂટના કદના હશે. હિંમતનગર પ્રાંત કચેરી દ્વારા આ 65 સ્ટોલ માટે ડ્રો યોજવામાં આવ્યો હતો. દરેક સ્ટોલધારકે નગરપાલિકામાં રૂ. 14,000ની ફી ભરવાની રહેશે. નગરપાલિકા દ્વારા સ્ટોલ બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શહેરમાં અધિકૃત સ્ટોલ ઊભા થયા બાદ પણ અનેક સ્થળોએ અને રસ્તાઓ પર લારીઓમાં લાયસન્સ વિના ફટાકડાનું વેચાણ થતું જોવા મળે છે. આવા ગેરકાયદેસર વેચાણ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવી અનિવાર્ય છે, જેથી ગ્રાહકો અધિકૃત સ્ટોલ પરથી જ ખરીદી કરે.
હિંમતનગરમાં ફટાકડાના સ્ટોલ ખુલશે : પાલિકાની તૈયારીઓ શરૂ

સંબંધિત સમાચાર
સાબરકાંઠા'હર ઘર તિરંગા': જિલ્લા કચેરીઓમાં ગુંજ્યું 'વંદે માતરમ'
23 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા SOGની મોટી સફળતા: ૬ વર્ષથી નાસતો ફરતો પ્રોહિબિશનના ગુનાનો આરોપી હિંમતનગર ઝડપાયો
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર સિવિલ સર્કલથી દુર્ગા બજાર વચ્ચેના નવા બ્રિજ પર ચાર વિશાળ સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં તિરંગા અને કળશયાત્રાનો માહોલ: 11થી 16 ઓગસ્ટ દરમિયાન ભાજપ વિશેષ કાર્યક્રમો યોજશે
5 દિવસ પહેલા
