સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ખેડ તસીયા રોડ પર આવેલી શારદાકુંજ સોસાયટીમાં એક ધોબીની દુકાનમાં ગત રાત્રે અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં દુકાનનો સરસામાન અને ગ્રાહકોના કપડાં બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગના મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, શારદાકુંજ સોસાયટીમાં આવેલી ઝીલ વોશિંગ કંપનીની દુકાનમાં શનિવારે રાત્રે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ ઝડપથી દુકાનમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે ગ્રાહકોના કપડાં સહિતનો તમામ સામાન બળી ગયો હતો. આગની જાણ પડોશીઓએ દુકાન માલિક શીતલબેન અજયભાઈ ધોબીને કરી હતી, જેઓ ગાયત્રી મંદિર રોડ પર રહે છે. તેઓ રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરાતા, ફાયર ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને બુઝાવી દીધી હતી.
હિંમતનગરમાં વોશિંગની દુકાનમાં આગ : સરસામાન બળીને ખાખ

સંબંધિત સમાચાર
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
2 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
6 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં એલસીબીની રેડ: બે કારમાંથી રૂ.1.15 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
