રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા23 ફેબ્રુઆરી, 2026| Super Admin

અંબાજી જંગલ વિસ્તારમાં આગ લાગી : અનેક ઝાડ બળીને ખાખ

અંબાજી જંગલ વિસ્તારમાં આગ લાગી : અનેક ઝાડ બળીને ખાખ
સ્થાનિક લોકોએ આગ કાબુમાં લીધી પણ વન વિભાગ ગાયબ હાલના તબક્કે ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે તે પૂર્વેજ અંબાજી પંથકના જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે. અંબાજીના ગબ્બર તરફ જતા ગબ્બર સર્કલ ઉપર હનુમાન ટેકરી પાછળના ભાગના વિસ્તારના જંગલમાં એકાએક આગ ભડકી ઉઠી હતી. જોકે આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. જે જોઈને આસપાસના લોકો પણ ઝાડી ઝાંખરા લઈને આ જંગલમાં લાગેલી આગને બુજાવવાના પ્રયાસ કર્યા હતા. આગના પગલે મંદિર ટ્રસ્ટનું ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું પણ પાણીની પાઇપ  ટૂંકી પડી જતા તે પણ ક્યાંકને ક્યાંક નિષ્ફળ રહ્યું હતું છતાં આગ બુજાવવાના પ્રયાસો કર્યા હતા. અંબાજીના જંગલ વિસ્તારમાં લાગેલી આગ જોતા કોઈ મોટા ઝાડ ન હોવાથી કોઈ મોટી નુકસાની નથી પણ નાના અનેક ઝાડ બળીને ખાખ થવા પામ્યા હતા. આ આગ કયા કારણોસર લાગી છે તેનું હજી સુધી કોઈ પણ જાતનું કારણ જાણવા મળેલ નથી. તેમજ કોઈ મોટી જાનહાનિના પણ કોઈ સમાચાર જાણવા મળેલ નથી. પણ જ્યાં આગ લાગી હતી ત્યાં સ્થાનિક લોકોએ આગ બુજાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા અને આગ કાબુમાં લીધી હતી. પરંતુ વન વિભાગના કોઈ કર્મચારી જોવા મળ્યા ન હતા. ઉનાળાની શરૂઆતમાં જંગલમાં આગ લાગી છે. ત્યારે આગામી સમયમાં વધુ આવી નાની મોટી આગ લાગવાની ઘટનાઓ બની શકે તેમ છે. ત્યારે વન વિભાગે જંગલમાં લાગતી આગને લઈ સતર્ક રહેવાની જરૂર છે અને બને ત્યાં સુધી જંગલના ઊંડાણ સુધી પાણી પહોંચે તેવી પણ વ્યવસ્થા કરવાની તાતી જરૂરિયાત જણાઈ રહી છે.    

સંબંધિત સમાચાર