રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 જૂન, 2026| Super Admin

ડીસાના આસેડા ગામે ખેતરે કામ કરતા ખેડૂત પર પિતા-પુત્રનો જીવલેણ હુમલો

ડીસાના આસેડા ગામે ખેતરે કામ કરતા ખેડૂત પર પિતા-પુત્રનો જીવલેણ હુમલો

ડીસા તાલુકાના આસેડા ગામે ખેતરમાં ટ્રેક્ટર વડે કામ કરી રહેલા 60 વર્ષીય ખેડૂત પર બાજુના ખેતરના પિતા-પુત્ર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જમીન સમતળ કરવા બાબતે થયેલી સામાન્ય તકરારમાં ઉશ્કેરાયેલા પિતા-પુત્રે ખેડૂતને લોખંડની ખિલાસરી અને પાવડા વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, આસેડા ગામના રહેવાસી રેવાભાઈ રાણાભાઈ રબારી (ઉ.વ. 60) ગત 28 જૂનના રોજ પોતાના ખેતરમાં ટ્રેક્ટર વડે જમીન સમતળ કરી રહ્યા હતા. તે દરમિયાન બાજુના ખેતરના ભુરાભાઈ વાલાભાઈ નોગોહ અને તેમનો પુત્ર ધાર્મિકભાઈ ત્યાં આવ્યા હતા અને ખેડૂતને કામ કરતા અટકાવી ટ્રેક્ટર બંધ કરાવી દીધું હતું. આરોપીઓએ ખેડૂતને તેમના ખેતરનો શેઢો તોડવાનો ખોટો આક્ષેપ કરી ઝઘડો કર્યો હતો.

વિવાદ વધતા ભુરાભાઈએ હાથમાં રહેલી લોખંડની ખિલાસરી વડે ખેડૂત પર હુમલો કર્યો હતો, જ્યારે પુત્ર ધાર્મિકભાઈએ પાવડા વડે ખેડૂતના માથાના ભાગે ઘા કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્વબચાવમાં ખેડૂતે હાથ આડો ધરતા પાવડો તેમના ડાબા હાથની આંગળી પર વાગ્યો હતો, જેના કારણે ગંભીર ઈજા થતા લોહી નીકળવા લાગ્યું હતું. આ ઉપરાંત, લોખંડની ખિલાસરી વડે શરીરના અન્ય ભાગોમાં પણ ઈજાઓ પહોંચાડી આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.

ઘટના સમયે ખેડૂતના પુત્ર બળદેવભાઈએ ઘટનાસ્થળે દોડી આવી 112 પીસીઆર વાનને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત ખેડૂતને પ્રથમ ડીસા સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી રુદ્ર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તપાસ દરમિયાન તેમના ડાબા હાથમાં ફેક્ચર હોવાનું અને અન્ય ગંભીર ઈજાઓ હોવાનું નિદાન થયું હતું. ડીસા રૂરલ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર