રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા30 જૂન, 2026| Super Admin

મહેસાણા પંથકમાં મેઘરાજાની રાહ જોતા ખેડૂતોની હાલત કફોડી: કેનાલમાંથી પાણી છોડવાની ઉગ્ર માંગ

મહેસાણા પંથકમાં મેઘરાજાની રાહ જોતા ખેડૂતોની હાલત કફોડી: કેનાલમાંથી પાણી છોડવાની ઉગ્ર માંગ

મહેસાણા જિલ્લામાં ચોમાસાના વિલંબને કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. વરસાદ ખેંચાવાના લીધે ખરીફ પાકની વાવણીના તમામ આયોજનો ખોરવાઈ ગયા છે. કપાસ, કઠોળ અને બાજરી જેવા મહત્વના પાકોનું વાવેતર અટકી પડ્યું છે. આ ઉપરાંત, સ્થાનિક કેનાલોમાં સિંચાઈ માટે પાણી ન અપાતા ધરતીપુત્રોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભૂગર્ભ જળસ્તર ઘટવાથી ૧૨૦૦ ફૂટ ઊંડા બોરવેલ પણ નિષ્ક્રિય સાબિત થયા છે, જેથી હવે તાત્કાલિક ધોરણે કેનાલનું પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠી છે.

રાજ્યમાં ચોમાસાનું આગમન તો થઈ ચૂક્યું છે, પરંતુ હાલ પૂરતો વરસાદ દક્ષિણ ગુજરાત પૂરતો જ સીમિત રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય સંજોગોમાં આ સમયગાળા સુધીમાં મગ, કઠોળ અને બાજરીનું વાવેતર પૂર્ણ થઈ જતું હોય છે, પરંતુ પાણીના અભાવે આ વર્ષે ખેડૂતોનું આખું શિડ્યુલ બગડી ગયું છે. એક તરફ જમીનમાં તળ ઊંડા ગયા હોવાથી ટ્યુબવેલમાંથી પાણી મળતું નથી, અને બીજી તરફ માઇનોર કેનાલો પણ સૂકીભઠ્ઠ છે. આ બેવડી આફત વચ્ચે ખેડૂતો વહેલી તકે કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે, જેથી કરીને તેઓ મરચાં, કપાસ અને અન્ય પાકોની વાવણી સત્વરે શરૂ કરી શકે.

હાલમાં તો ઉત્તર ગુજરાતના ખેડૂતો ચાતક નજરે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. ચાલુ વર્ષે અલ-નીનોની સંભવિત અસરના કારણે ચોમાસું નબળું રહેવાના ભણકારા વાગી રહ્યા છે. તેમાં પણ શરુઆતથી જ મેઘરાજાએ હાથ તાળી આપતા ખેડૂતોની ચિંતા બમણી થઈ ગઈ છે. વરસાદના કોઈ સ્પષ્ટ એંધાણ ન હોવાથી મોંઘા બિયારણો લાવીને વાવેતરનું જોખમ ખેડવું કે પછી હજુ થોડી રાહ જોવી, તેવી મોટી દ્વિધામાં જગતનો તાત મુકાયો છે.

ટેગ્સ:#mehsana

સંબંધિત સમાચાર