રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા2 ડિસેમ્બર, 2024| Super Admin

ડીસા ગાયત્રી શક્તિપીઠ ખાતે ભારતીય જ્ઞાન સંસ્કૃતિ ની પરીક્ષા નું આયોજન થયું

ડીસા ગાયત્રી શક્તિપીઠ ખાતે ભારતીય જ્ઞાન સંસ્કૃતિ ની પરીક્ષા નું આયોજન થયું

ડીસા અને લાખણી તાલુકાની વિવિધ પ્રાથમિક માધ્યમિક  શાળાઓના ૨૩૯ વિદ્યાર્થીઓની પરીક્ષા ધોરણ 5 થી 12 ના એક થી ત્રણ નંબર આવેલા વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાની પરીક્ષા આપી ભારતીય સંસ્કૃતિની પ્રતિષ્ઠા ગૌરવ અને ગરિમા અસ્મિતાનું વિદ્યાર્થીઓનું જ્ઞાન થાય અને તેઓનું માનસિક બૌધિક અને વ્યવહારિક નૈતિકતાનું સ્તર ઊંચું આવે તે માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકૃજ હરિદ્વાર દ્વારા ભારતના 24 રાજ્યોમાં જુદી જુદી નવ ભાષાઓમાં ભારતીય જ્ઞાન સંસ્કૃતિ પરીક્ષાનું આયોજન થાય છે જેમાં ગુજરાતી ભાષા માં સમગ્ર રાજ્યમાં પરીક્ષાનું આયોજન થાય છે. 

ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલી પણ વિવિધ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજ માં પરીક્ષાઓનું આયોજન થયું હતું જેમાંથી એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને તાલુકા કક્ષાએ પરીક્ષા આપવાનું આયોજન ડીસા ગાયત્રી શક્તિપીઠ પર કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 5 થી 12 ના 239 વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાની પરીક્ષા આપી હતી જેમાંથી સારા માર્ક્સ ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને એક થી બે નંબર આપી જિલ્લા કક્ષાની પરીક્ષા માટે ઉત્તીર્ણ થશે તાલુકા કક્ષાની પરીક્ષાનું ડીસા ગાયત્રી શક્તિપીઠ પર આયોજન કરવા માં આવ્યું ત્યારે શિક્ષકો વિદ્યાર્થીઓ સહિત ગાયત્રી પરિવાર એ ખૂબ સારો સહકાર આપ્યો હતો

સંબંધિત સમાચાર